જાગૃત નાગરિકોએ વેબસાઇટ પર દર્શાવેલા 14 કામોનું નિરીક્ષણ સાથે કરી વિડીયોગ્રાફી. જુઓ નીચેનો આ વાઈરલ વિડીઓ…
#Banaskantha પાંથાવાડા પંચાયતના વિકાસના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપનો વિડીઓ થયો વાઈરલ. pic.twitter.com/7A7EXrF4E0
— Banaskantha Update (@bknasamachar) April 2, 2021
બનાસકાંઠાના પાંથાવાડા પંચાયતના રૂ.56.27 લાખના વિકાસના કામ માત્ર ઓનલાઈન દર્શાવેલ છે પંરતુ સ્થળ પર થયેલ નથી તેવા આક્ષેપો કરતાં વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો. પાંથાવાડા પંચાયત દ્વારા 2019-20ના 14માં નાણાં પંચમા ગામના વિકાસ માટે રૂ.56,27,867 રૂપિયાની ગ્રાન્ટ સરકાર દ્વારા ફાળવવામાં આવી હતી.
તે ભારત સરકારની વેબસાઈટ ઈ-ગ્રામ સ્વરાજ ભારત સરકાર પર સ્થળ અને રકમ સાથે કામ થયેલ બતાવેલ છે પંરતુ પાંથાવાડા ગ્રામ પંચાયત દ્વારા સ્થળ પર કોઇ પ્રકારનું કામગીરી થયેલ નથી.
તે માટે ગામના જાગૃત નાગરિક રમેશભાઈ ચૌધરી, સુધીરસિંહ ગોહિલ તેમજ રણછોડભાઈ રાજગોર છેલ્લા 3 દિવસથી ઓનલાઈન વેબસાઈટ પરથી પ્રિન્ટ નીકાળી કુલ 14 કામની સ્થળ નિરિક્ષણ કરતાં તેમાં માત્ર 4 કામ પંચાયત દ્વારા કરાયેલા છે અને 10 માત્ર ઓનલાઈન છે.
તે અંગે સ્થળ પર 3 લોકો દ્વારા વિડીયોગ્રાફી કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરી રૂ.40 લાખના વિકાસના કામમાં ગેરરીતિ કરવાનો ગંભીર આરોપ લગાવેલ છે.
આ અંગે રમેશભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે રૂ.40 લાખના વિકાસના કામના નાણાં ક્યાં ગયા તે મોટો સવાલ છે. અમે તાલુકા વિકાસ અધિકારી પાસે આર.ટી.આઈ દ્વારા માહિતી માંગેલ છે પંરતુ હજી સુધી માહિતી મળેલ નથી. ‘આ અંગે પાંથાવાડા પંચાયત સદસ્ય હંસાભાઈ ગોવલાણીએ જણાવ્યું હતું કે કામ થયેલ નથી ઓનલાઈન કામ બતાવેલ છે એની જોગવાઈ બાકી જ છે ટૂંક સમયમાં થશે.’
From – Banaskantha Update