ડીસાના બાઇવાડામાં જમીન બાબતે ધિંગાણું ખેલાતાં 2 વ્યક્તિઓના મોત : 3 વ્યક્તિઓ ગંભીર

- Advertisement -
Share

 

ડીસા તાલુકાના બાઇવાડામાં બંને પિતરાઇ ભાઇ વચ્ચે જમીન બાબતે ઘણા સમયથી નજીવી બાબતે બોલાચાલી થતી હતી. ત્યારે સોમવારે આ બોલાચાલી ઉગ્ર બનતાં ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં 2 પરિવાર વચ્ચે મારામારી સર્જાઇ હતી.

 

 

જેમાં 5 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન 2 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. જ્યારે 3 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થતાં વધુ સારવાર અર્થે પાલનપુર રીફર કરાયા હતા.

 

 

આ અંગેની વિગત એવી છે કે, જર, જમીન અને જોરુ તે કજીયાના છોરૂની કહેવતને સાર્થકનો કિસ્સો બન્યો છે. બનાસકાંઠા જીલ્લામાં ક્રાઇમની ઘટના દિન-પ્રતિદિન વધી રહી છે.

 

 

ત્યારે સોમવારે વધુ એક ક્રાઇમની ઘટના સામે આવી છે. ડીસા તાલુકાના બાઇવાડા ગામમાં બંને પિતરાઇ ભાઇ વચ્ચે જમીન બાબતે ઘણા સમયથી સામાન્ય બોલાચાલી થતી હતી.

 

 

પરંતુ આ બોલાચાલી સોમવારે ઉગ્ર રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જ્યાં બંને પરિવાર આમને-સામને ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં મારામારીમાં 5 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થઇ હતી.

 

 

જેમાં તમામને 108 વાન મારફતે ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જે સારવાર દરમિયાન 2 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા.

 

જ્યારે મહેશભાઇ ગણેશાજી માજીરાણા સહીત 3 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થતાં વધુ સારવાર અર્થે પાલનપુર રીફર કરાયા હતા.

 

આ હુમલામાં ચેલાભાઇ મહેશભાઇ માજીરાણા અને શારદાબેન ચેલાભાઇ માજીરાણાનું કરૂણ મોત નિપજ્યું હતું. આ અંગે ડીસા તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!