વાહ રે! ટ્રાફિક પોલીસ : સાયકલ કરતા મોંઘો મેમો, જાણો સાયકલચાલકનો શું હતો ગુનો..?

- Advertisement -
Share

સુરત પોલીસની હાસ્યાસ્પદ કામગીરી સામે આવી છે. પોલીસે સાયકલ ચાલકને મોટર વ્હીકલ એક્ટ મુજબ મેમો ફટકાર્યો. રાજપાલ યાદવ નામના કારીગરને સચિન GIDC વિસ્તારમાં પોલીસે મેમો પકડાવ્યો છે. સ્થાનિકોએ પોલીસના આ પ્રકારની કાર્યવાહીથી રોષ વ્યક્ત કર્યો હતો.

 

 

 

 

 

વાહન ચાલકોને તો મેમો આપે જ છે. પરંતુ સાઈકલ ચાલકને પણ મેમો આપતી પોલીસે કાયદાનું પણ ખોટું પઠણ કર્યું હોય તેવું લાગે છે. ટ્રાફિક પોલીસ દ્વારા 80થી વધારે વાહન ચાલકોને મેમો આપવામાં આવ્યો હતો. જેમાં એક સાઈકલ ચાલકને પણ પોલીસે રોંગ સાઈડમાં ચાલવાની સજા બદલ 3,000 રૂપિયાનો મેમો ફાળી દીધો છે.

હવે કાયદા પ્રમાણે સાઇકલ સાથે કોઈ વ્યક્તિ રોંગ સાઈડ પર જઈ રહ્યા છે. તો કલમ નંબર 90ના આધારે RTOનો મેમો આપવામાં આવે છે. પરંતુ રાજબહાદુર યાદવને જે મેમો અપાયો તેમાં કલમ પણ ખોટી દર્શાવી છે. રોંગ સાઈડ સાયકલ ચલાવવાના ગુન્હામાં MV એક્ટ-184 મુજબ મેમો ફટકાર્યો છે.

 

 

 

 

નિયમ અને કાયદા સામે કોઈ સવાલ હોતા જ નથી. પરંતુ ક્યારેક પોલીસની પોતાની કામગીરી તમામ વ્યવસ્થા પર સવાલ ઉઠાવે છે. એક સામાન્ય સાઇકલ ચાલકને મેમો આપવાની કામગીરીએ સવાલ ઉઠાવ્યા છે. એક સાઈકલ ચાલકને માત્ર રોંગ સાઈડમાં ચાલવા પર આટલો મોટો દંડ કેમ, બીજી તરફ શું સાઈકલ ચાલક પાસેથી જે કાયદાનું પાલનની આશા રાખવામાં આવે છે. તેવી જ કામગીરી અન્ય વાહન ચાલકો સાથે કરવામાં આવે છે. શું શહેરમાં ટ્રાફિકને લઈ કોઈપણ બેદરકારી જોવા મળતી નથી. શું ટ્રાફિક પોલીસ તમામ પ્રકારે શહેરની વ્યવસ્થા સારી રીતે ચલાવી રહી છે..?

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!