ડીસામાં એલ.સી.બી. પોલીસે દારૂ ભરેલી સ્વીફ્ટ કાર સાથે 2 શખ્સોને ઝડપ્યા

- Advertisement -
Share

 

ડીસા-પાટણ હાઇવે પર આવેલ એસ.વી. પ્લાઝા નજીકથી રવિવારે એલ.સી.બી. પોલીસે વિદેશી દારૂ ભરેલી સ્વીફ્ટ કાર સાથે 2 શખ્સોને ઝડપી પાડયા છે.

 

 

આ અંગે ડીસા દક્ષિણ પોલીસે 2 શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. જ્યારે દારૂ ભરાવનાર 2 અન્ય શખ્સોને ઝડપી પાડવા ક્વાયત હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં દિવસેને દિવસે ગાંધીના ગુજરાતમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે.

 

જ્યારે બનાસકાંઠા જીલ્લો એ રાજસ્થાનની સરહદને અડીને આવેલો જીલ્લો છે. જેથી રાજસ્થાનમાંથી બુટલેગરો દ્વારા મોટા પ્રમાણમાં બનાસકાંઠા જીલ્લામાં વિદેશી દારૂ ઘૂસાડવામાં આવી રહ્યો છે.

 

ત્યારે બીજી તરફ બનાસકાંઠા જીલ્લાની પોલીસ દ્વારા રાજસ્થાનમાંથી બનાસકાંઠા જીલ્લામાં બુટલેગરો દ્વારા દારૂ ઘૂસાડનારને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરતી હોય છે.

 

ત્યારે રવિવારે વધુ પોલીસ દ્વારા વિદેશી દારૂ ઝડપી પાડી વધુ કાર્યવાહી કરી છે. બનાસકાંઠા જીલ્લાની એલ.સી.બી. પોલીસની ટીમ ડીસાના સીટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.

 

તે દરમિયાન બાતમી મળી કે, એક સફેદ કલરની મારૂતિ સુઝુકી સ્વીફ્ટ કાર નં. GJ-12-BR-2234 માં વિદેશી દારૂ ભરી રાજસ્થાનથી ડીસા બટાકા સર્કલ થઇ પાટણ તરફ જનાર છે.

 

એલ.સી.બી. પોલીસની ટીમે ડીસા-પાટણ હાઇવે પર આવેલ એસ.વી.પ્લાઝા નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી સફેદ કલરની મારૂતિ સુઝુકી સ્વીફ્ટ કાર આવતાં તેને રોકાવી તપાસ કરતાં સ્વીફ્ટ કારમાં 2 શખ્સો બેઠા હતા.

 

તેનું નામ પૂછતાં અર્જુનરામ મેવારામ ખટાણા (રબારી) (રહે.ગોલાસણ, તા. સાંચોર, જી.ઝાલોર-રાજસ્થાન) અને અન્ય શખ્સનું નામ પૂછતાં માલારામ સુજાનરામજી આલ (રબારી) (રહે.પહાડપુરા, તા.સાંચોર, જી.ઝાલોર-રાજસ્થાન) વાળા હોવાનું જણાવતાં સ્વીફ્ટ કારની તલાશી લેતાં સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

 

જે બાદ એલ.સી.બી. પોલીસની ટીમે સ્વીફ્ટ કારમાં ભરેલ વિદેશી દારૂ બોટલ-બિયર ટીન કુલ નંગ-715 જેની કિંમત રૂ. 1,51,245, સ્વીફ્ટ કાર કિંમત રૂ.2,00,000 અને મોબાઇલ નંગ-2 જેની કિંમત રૂ.10,500 સહીત કુલ રૂ. 3,61,745 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

 

જ્યારે 2 શખ્સોની અટકાયત કરાઇ હતી. જ્યારે અન્ય દારૂ ભરાવનાર રફીકખાન ઉર્ફે રફીક સાંચોર (રહે. હડેતર, તા. સાંચોર) અને મોહનભાઇ રબારી (રહે. સાંચોર) વાળા સામે આ અંગે ડીસા દક્ષિણ પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!