આનંદ પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુરના વેપારી એસોસિએશનના અગ્રણીઓ સાથે બેઠક યોજાઇ હતી

- Advertisement -
Share

પાલનપુર શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા વેપારી એસોસિએેશન દ્વારા જિલ્લા વહીવટીતંત્રના સાથ અને સહકારથી સ્વૈચ્છીક લોકડાઉન લગાવવામાં આવ્યું હતું.

કોરોના સંક્રમણની ચેન તોડવા આ લોકડાઉનને આગામી બીજી મે સુધી લંબાવવામાં આવ્યું છે. ત્યારે સ્વૈછીક લોકડાઉનના કડક અમલ માટે પાલનપુર ખાતે કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુરના વેપારી એસોસિએશનના અગ્રણીઓ સાથે બેઠક યોજાઇ હતી.

 

 

બેઠકમાં કલેકટરએ જણાવ્યું કે, આગામી તા. એક મેથી 18 વર્ષ ઉપરના લોકોનું રસીકરણ કરવાનું શરૂ થવાનું છે. ત્યારે સૌ પ્રથમ શહેરના એવા લોકો કે જેઓ વિશાળ જનસમુદાય સાથે સંપર્ક ધરાવે છે.

(પ્રતિકાત્મક તસવીર)

 

 

જેમાં લારી ગલ્લાવાળા, વિવિધ વેપાર એસોશિએશન સાથે જોડાયેલા તમામ દુકાનદારો, રિક્ષાવાળા, ડ્રાઇવરો, રત્નકલાકારો કે જેઓ વિશાળ લોકોના સંપર્કમાં આવતા હોય તેવા સુપરસ્પ્રેડર લોકોને અગ્રતાના ધોરણે રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગામડામાંથી રોજ શહેરમાં ધંધાર્થે આવતા હોય તેવા લોકોનું પણ લીસ્ટ બનાવી તમામને રસી આપી કોરોના સંક્રમણ ઘટાડવા પગલાં લેવામાં આવશે.

 

 

બેઠકમાં પાલનપુર પ્રાંત અધિકારી એસ. ડી. ગિલવા, વેપાર એસોસિએશનના અગ્રણીઓ સર્વ ગિરીશભાઇ રાઠી,  શૈલેષભાઇ જોષી, દિલસુખભાઇ અગ્રવાલ, અમૃતભાઇ પટેલ, બનાસ મેડીકલ કોલેજના ચેરમેન પરથીભાઇ ચૌધરી સહિત શહેરના અગ્રણી વેપારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!