ડીસાના નાગફણામાં સામાન્ય બોલાચાલીમાં મારામારી સર્જાતાં 5 વ્યક્તિઓ ઘાયલ : સામસામે ફરિયાદ નોંધાઇ

- Advertisement -
Share

 

ડીસા તાલુકાના નાગફણામાં સામાન્ય બોલાચાલીમાં 2 પરિવારો પર સામસામે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં 5 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બંને પરિવારે સામસામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં સામાન્ય બાબતે મારામારી અને બોલાચાલીના બનાવો વધી રહ્યા છે. ત્યારે ડીસા તાલુકાના નાગફણા ગામમાં 2 પક્ષો વચ્ચે સામાન્ય બોલચાલીમાં 2 પક્ષોમાં જીવલેણ હુમલો કર્યો હતો.

 

આ હુમલામાં 2 પક્ષોના પરિવાર પર સામસામે હુમલો કરતાં બંને પરિવારના કુલ 5 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. જે બાદ આ 5 લોકોને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

 

જે બાદ વધુ સારવાર અર્થે પાલનપુર હોસ્પિટલમાં ખસેડાયા હતા. બંને પક્ષના પરિવાર પર સામસામે હુમલો કરનાર સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

ઇજાગ્રસ્તોના નામ

(1) જીતુભાઇ મેરૂભાઇ મૂલીયાણા (માજીરાણા)

સામે પક્ષ
(1) રામુબેન ગણપતભાઇ સેજુ (વણકર)
(2) ગણપતભાઇ ધર્માભાઇ સેજુ(વણકર)
(3) સંજયભાઇ ગણપતભાઇ સેજુ(વણકર)
(4) નરેશભાઇ ગણપતભાઇ સેજુ (વણકર)

 

કોના વિરૂધ્ધ સામ સામે ફરિયાદ

(1) નરેશભાઇ ગણપતભાઇ સેજુ (વણકર)
(2) ગણપતભાઇ ધર્માભાઇ સેજુ(વણકર)
(3) સંજયભાઇ ગણપતભાઇ સેજુ(વણકર)
(4) કિરણભાઇ ગણપતભાઇ સેજુ (વણકર)
(તમામ રહે.નાગફણા, તા. ડીસા)

 

(1) બાજુભાઇ દેવરાજભાઇ મૂલીયાણા (માજીરાણા)
(2) અમથાભાઇ દેવરાજભાઇ મૂલીયાણા(માજીરાણા)
(3) જીતુભાઇ મેરૂભાઇ મૂલીયાણા(માજીરાણા)
(4) જીગરભાઇ મેરૂભાઇ મૂલીયાણા (માજીરાણા)
(તમામ રહે. નવા પ્લોટમાં, નાગફણા, તા. ડીસા)

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!