ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં 48,463 પુરૂષ અને 44,201 મહિલા મતદારો તેમજ ડીસાના વોર્ડ નંબર- 8માં સૌથી વધુ અને વોર્ડ નંબર – ૩માં સૌથી ઓછા મતદાર.
ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં સત્તા હસ્તગત કરવા માટે ભાજપ, કોગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ડોર ટુ ડોર પ્રચાર કરી એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ડીસા શહેરના 11 વોર્ડમાં 48,463 પુરૂષ મતદારો અને 44,201 મહિલા મતદારો મળી કુલ 92,665 મતદારો નોધાયેલા છે. જેમાં ડીસાના વોર્ડ નંબર – 8માં સૌથી વધુ 10,621 મતદાર અને વોર્ડ નંબર – 3માં સૌથી ઓછા 6,911 મતદારો નોધાયેલ છે.