દર વર્ષે ગુજરાતમાં 20 હજાર કરોડનો ગેરકાયદેસર દારુ વેચાય છે – ગોપાલ ઈટાલિયા

- Advertisement -
Share

મનીષ સિસોદીયાને ત્યાં કરવામાં આવેલી સીબીઆઈ રેડ મામલે ગોપાલ ઈટાલિયાએ મીડીયા સમક્ષ વાત કરતા કહ્યું કે, અગાઉ પણ કેજરીવાલ અને સિસોદીયાને ત્યાં રેડ પડી છે. દિલ્હીના સીએમની ઓફિસમાં 400 ફાઈલો તપાસવામાં આવી હતી. આપ પાર્ટી તપાસને આવકારે છે પરંતુ રાજકીય પ્રેરીત હોય તો એ ખોટું છે. દિલ્હીના માધ્યમથી શિક્ષણ મોડલે દેશને નવી આશા આપી છે.
ઈટાલિયાએ વધુમાં કહ્યું કે, આપ પાર્ટી ગુજરાતમાં મજબૂત બની રહી છે ભાજપના લોકોએ આ કૃત્ય કર્યું છે. આ રેડ દારુના રીલેટેડ છે તેવું જાણવા મળ્યું છે. પરંતુ મારે એવું કહેવું છે કે, લઠ્ઠાકાંડ થયો જેમાં લોકોએ જીવ ગુમાવ્યો હતો. દર વર્ષે ગુજરાતમાં 20 હજાર કરોડનો ગેરકાયદેસર દારુ વેચાય છે. અત્યાર સુધીમાં ભાજપ કોંગ્રેસ સાંઠ ગાંઠથી મજા ગુજરાતમાં કરતા હતા ત્યારે આપ આવવાથી લોકોને નવી આશા જાગી છે. અમે ભાજપના કાર્યકર્તાઓના આ કૃત્યથી ડરતા નથી. ગુજરાતમાં મનીષ સિસોદીયા ગુજરાતમાં આવશે અને ગુજરાતમાં આ મામલે વાત કરશે.

કાલે સીબીઆઈએ રેડ કરી. તેમને ઉપરથી ઓર્ડર હતા. વ્યક્તિગત રુપે હું તેમને અભિનંદન આપું છું મારા ઘર પરીવારના લોકો સાથે સારો વ્યવહાર કર્યો હતો. એક્સાઈઝ પોલીસી બાબતે જે વિવાદ ઉભો કરવામાં આવી રહ્યો છે. પરંતુ ઈમાનદારીથી આ પોલીસી બનાવવામાં આવી છે. તેમ સિસોદીયાએ પણ આજે પ્રેસ કોન્ફરન્સ કરી મીડિયા સામે કહ્યું હતું.


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!