પાલનપુરના સાડા 5 વર્ષના બાળકે 2,000 ફૂટ ઉંચો સાંકળેશ્વરી માતાજીના પહાડ ચઢીને ત્રિરંગો લહેરાવ્યો

- Advertisement -
Share

પિતા સાઇકલિસ્ટ હોવાથી બાળક પણ સાહસિક બને તે માટે કપરી ટ્રેનિંગ આપે છે

 

પાલનપુરમાં રહેતાં સાઇકલિસ્ટ મેહુલ મોદીના સાડા 5 વર્ષના દીકરાએ તેના પિતા સાથે પાલનપુરથી વિરમપુર જવાના માર્ગ પર આવેલો સાંકળેશ્વરી પહાડ માત્ર 2 કલાકમાં ચઢી ગયો હતો.

વરસાદી વાતાવરણના લીધે અનેક જગ્યાએ પહાડ પર ચઢવામાં તકલીફો પડી હોવા છતાં યોહાનએ હિંમત હારી ન હતી.

 

યોહાનના પિતા મેહુલ મોદીએ જણાવ્યું હતું કે, ‘રવિવારે સવારે 6:30 વાગ્યે અમે લોકોએ સાંકળેશ્વરી પહાડ ચઢવાની શરૂઆત કરી હતી અને સાથે માત્ર પીવાનું જરૂરીયાત પૂરતું પાણી અને કેટલાંક ફ્રૂટ લીધા હતા.

 

વરસાદના લીધે ચઢવામાં થોડી તકલીફ પડી રહી હતી પરંતુ જેમ જેમ ઉપર ચઢતા ગયા તેમ તેમ હિંમત વધતી ગઇ. હું અવાર-નવાર આવતો હોવાથી મને કોઇપણ પ્રકારની તકલીફ થતી ન હતી.

 

મને સુખદ આશ્ચર્ય એ વાતનું હતું કે, મારો દીકરો આટલી નાની ઉંમર હોવા છતાં પણ તે સરળતાથી ઉપર ચઢી રહ્યો હતો. એને કેટલીક વાર ઉંચકવાનું કહ્યું પરંતુ તે માન્યો ન હતો.
અને હિંમત બતાવીને 2,000 ફૂટની હાઇટ પર એ સાંકળેશ્વરી માતાજીના મૂળ સ્થાનક પર પહોંચી ગયો હતો. મૂળ સ્થાનક સુધી પહોંચવામાં એક લાસ્ટ પોઇન્ટ જોખમી આવે છે.
જ્યાં મોટી ઉંમરના વ્યક્તિને પણ ચઢવામાં તકલીફ થાય છે અને ચઢવામાં સાંકળની મદદ લેવી પડે છે ત્યાં પણ એને કોઇ પણ મદદ લીધા વિના મુશ્કેલી વગર ચઢી ગયો હતો.

 

વાતાવરણ અદ્દભુત હતું પહાડ વાદળો સાથે વાતો કરી રહ્યો હતો. અહી ત્રિરંગો લહેરાવી થોડો સમય રોકાઇ નીચે ઉતર્યો હતો.
પરત નીચે ઉતરતી વખતે વરસાદના લીધે કાંકરી ઠેર-ઠેર વિખેરાયેલી હોવાથી 2 જગ્યાએ પડતાં પડતાં સહેજ માટે રહી ગયો હતો.

 

આમ તો નાના બાળકને લઇને આ રીતે જોખમ ન ખેડવું જોઇએ. પરંતુ હું પોતે ટ્રેકીંગ કરૂ છું અને મારા બાળકમાં પણ સાહસિકતાના ગુણો ખીલે અને જીવનમાં હંમેશા ચેલેન્જ એક્સેપ્ટ કરે તે માટે અત્યારથી જ
એને હું આ પ્રકારની ઇવેન્ટમાં જોડું છું. અગાઉ અનેક સાઇકલ સ્પર્ધામાં એણે શ્રેષ્ઠ દેખાવ કરીને એવોર્ડ મેળવ્યા છે. અત્યાર સુધી તેણે 6 મેડલ એકત્રિત કર્યાં છે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!