રાહદારીની બેદરકારીથી અકસ્માત સર્જાય તો વાહનચાલકનો વાંક નહિ : મુંબઇ કોર્ટનો ચુકાદો

- Advertisement -
Share

માર્ગ અકસ્માતોમાં સામાન્ય રીતે રાહદારીનો ક્યારેય વાંક જોવાતો નથી. ઘણીવાર રાહદારી પોતાની જ ભૂલના કારણે અકસ્માતનો ભોગ બનતો હોય છે. આવા જ એક કેસમાં મુંબઇની દાદર મેજિસ્ટ્રેટ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપતાં જણાવ્યું હતું કે, જો રાહદારની ભૂલના કારણે અકસ્માત સર્જાય તો વાહન ચલાવનાર ડ્રાયવરને જવાબદાર ગણી શકાય નહીં.

 

 

 

 

બેફામ ડ્રાયવિંગના એક કેસમાં મુંબઇના બિઝનેસવુમનને નિર્દોષ જાહેર કરતાં મેજિસ્ટ્રેટ કોર્ટે તેના ચુકાદામા જણાવ્યું હતું કે, સડક પર ચાલતી વખતે કે સડક પાર કરતી વખતે સાવધાની રાખવી એ રાહદારીની ફરજ છે. રાહદારીની ભૂલના કારણે અકસ્માત સર્જાય તો વાહનના ડ્રાયવરની કોઇ ગુનાહિત જવાબદારી બનતી નથી.

 

 

 

 

મુંબઇના દાદરમાં વર્ષ 2015માં થયેલા એક કાર અકસ્માતમાં રાહદારી અપેક્ષા શાહને પગમાં ઇજા પહોંચી હતી. રાહદારી અકસ્માત સમયે ફૂટપાથ નહીં પરંતુ સડક પર ચાલી રહી હતી. કોર્ટે જણાવ્યું હતું કે, રાહદારી વાહનો માટેની સડક પર ચાલી રહી હતી. તેણે રાહદારીઓ માટે તૈયાર કરાયેલી ફૂટપાથ પર ચાલવાની તસ્દી લીધી નહોતી. સ્વપ્નિલા સખલકરને નિર્દોષ જાહેર કરતાં કોર્ટે જણાવ્યું હતું કે, ડ્રાઇવરે બેફામ વાહન હંકાર્યું હોવાના કોઇ વિશ્વાસપાત્ર પુરાવા નથી.

 

 

 

 

20 ઓક્ટોબર 2015ના રોજ અકસ્માત પીડિત અપેક્ષા શાહ સવારના 9.30 કલાકે સડક પર ચાલતાં ઓફિસ જઇ રહી હતી ત્યારે દાદર વિસ્તારમાં આવેલી પારસી અગિયારી નજીક એક કાર પાછળથી આવી હતી અને તેને ટક્કર મારીને નીચે પાડી દીધી હતી. કારનું ડાબી તરફનું વ્હીલ તેના જમણા પગ પર ફરી વળ્યું હતું જેના કારણે તેને ઇજા પહોંચી હતી.

અપેક્ષાના પિતાએ બીજા દિવસે કારચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. એફઆઇઆરમાં જણાવવામાં આવ્યું હતું કે, કારની ચાલક મહિલા હતી અને ઘટના સ્થળે ટોળું એકઠું થઇ જતાં તે નાસી છૂટી હતી. અપેક્ષાને ઇજાના કારણે એક મહિનો પથારીવશ રહેવું પડયું હતું.

 

 

 

અપેક્ષા શાહની જુબાની પર કોર્ટે વેધક સવાલ કરતાં જણાવ્યું હતું કે, શા માટે તે સડક પર ચાલી રહી હતી? ચાલવા માટે તેણે ફૂટપાથનો ઉપયોગ શા માટે ન કર્યો? તેણે અકસ્માતનું ચોક્કસ સ્થળ પણ બતાવ્યું નથી. પીડિતની જુબાની અને પુરાવા વાહનચાલકની બેદરકારી પૂરવાર કરતી નથી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!