ધાનેરા સંચોર હાઈવે પર ડમ્પર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતા આશાસ્પદ યુવકનું મોત, ડમ્પર ચાલક ફરાર

- Advertisement -
Share

ધાનેરાથી સાંચોર હાઇવે ઉપર હિટ એન્ડ રનની ઘટના બનતા થાવર ગામના આશાસ્પદ યુવકનું મોત નિપજ્યું. રેતી ભરેલા ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

 

 

ધાનેરાથી રાજસ્થાનના સાંચોર જતા હાઇવે પર ધાખા અને નેનાવા વચ્ચે પૂર ઝડપે જતા રેતી ભરેલા ડમ્પરે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર યુવક નીચે પટકાયો હતો જેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. વાહનની સ્પીડ એટલી ઝડપી હતી કે બાઈક ખેંચાઈને એક કિલોમીટર સુધી ઘસડાઈ હતું.

અકસ્માત બાદ ડમ્પર ચાલક નાસી છૂટયો હતો. ઘટનાની જાણ થતાં ધાનેરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી મૃતકની ઓળખ કરતા મૃતક ધાનેરા તાલુકાના થાવર ગામના આશાસ્પદ યુવક પ્રવીણ ભાઈ ભીલ હોવાનું સામે આવ્યું હતું.

 

 

30 વર્ષિય યુવકનું મોત થતાં પરિવાર માથે આભ તૂટી પડ્યું હોય એવા લાગણીસભર દ્રશ્યો હોસ્પિટલ ખાતે સર્જાયા હતા અને મૃતકના પરિવારજનોના કરુણ રૂદનથી વાતાવરણ ગમગીન બન્યું હતું. ધાનેરા પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી ડમ્પર ચાલકને ઝડપવાનીની તજવીજ હાથ ધરી છે.

 

 

 

 

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!