પાટણમાં મેઘરાજાની મહેર થતાં સરસ્વતી નદી બન્ને કાંઠે વહેતી થઇ : બેરેજનો પ્રથમ દરવાજો ખોલી 400 ક્યુસેક પાણી આગળ છોડાયું

- Advertisement -
Share

સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચોમાસુ સક્રિય થયું છે. પાટણ જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ થતાં નદીનાળા અને તળાવોમાં વરસાદી પાણીનો આવરો જોવા મળી રહ્યો છે. ત્યારે તાજેતરમાં જ સિદ્ધપુર સહિત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાટણની સરસ્વતી નદીમાં પ્રથમવાર બંને કાંઠે પાણી પાણી હિલોળે ચડી છે. હાલમાં સરસ્વતી નદીમાં 400 ક્યુસેક પાણી ગતરોજ રાત્રિના સમયે આવતા ડેમનો પ્રથમ દરવાજો ખોલી નદીનું પાણી હેડ વાસમાં છોડવામાં આવી રહ્યું છે અને પટ વિસ્તારના લોકોને આસપાસ ન ફરવા સરસ્વતી બેરેજના અધિકારીએ સૂચના આપી છે.

 

પાટણની કોરી ભટ્ટ સરસ્વતી નદીમાં અગાઉ ઉપરવાસમાં થયેલા મુશળધાર વરસાદના કારણે નર્મદાની જળ સપાટીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ કેનાલ મારફતે પાટણની સરસ્વતી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું, ત્યારે ગતરોજ પાટણ જિલ્લાના સિદ્ધપુર પંથકમાં પડેલા મુશળધાર વરસાદના કારણે અમરદસીમાં પાણી આવતાં 400 ક્યુસેક પાણીની આવક સરસ્વતી નદીમાં આવતા સરસ્વતી નદી બેરેજના પ્રથમ દરવાજાને ખોલી પાણીના પ્રવાહને આગળના હેડ વાસમાં છોડવામાં આવ્યું છે. જેને લઇને હેડવાસમાં રહેતા લોકોને અવર-જવરમાં ધ્યાન રાખવા સૂચન કરાયું છે. હાલમાં સરસ્વતી નદીમાં ધસમસતા પ્રવાહને લાઇ પાણીની સપાટી 274 ફૂટ નોંધવા પામી છે.

 

 

નાયબ કાર્યપાલક ઈજનેર શૈલેષ પટેલે જણાવ્યું હતું કે. સિદ્ધપુર પંથકમાં ભારે વરસાદ થતાં અમરર્દાશી નદીમાં પાણી આવતાં રાત્રે 10 વાગે સરસ્વતી બેરેજમાં પાણી આવ્યું હતું. જે આજે સવારે 10 વાગે 400 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું. પહેલાં સુજલામ સુફલામ કેનાલનું 200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેમાં 200 ક્યુસેકનો વધારો કરી હેડવાસમાં છોડવામાં આવ્યું છે. જેથી નદીની આસપાસ માં નીકળતા ધ્યાન રાખવા વિનંતી કરવામાં આવી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!