પી.એમ મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીને દેશના 6 રાજ્યો સાથે જોડતી 8 ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું

- Advertisement -
Share

વડાપ્રધાન મોદીએ કહ્યું રેલવે લાઇનથી કેવડિયા જોડાઈ જતા આદિવાસીઓની જિંદગી બદલાશે, એક સર્વે મુજબ રોજના એક લાખ મુસાફરો ભવિષ્યમાં કેવડિયા આવી શકે છે.

 

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતને વધુ એક ભેટ આપી હતી. ઑક્ટોબરમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચવા માટે સી પ્લેન શરૂ કર્યું.અને આજે 17 જાન્યુઆરી થી ટ્રેન સેવા પણ શરૂ કરવામાં આવી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે 11.00 કલાકે દેશના વિવિધ પ્રદેશો સાથે કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોડતી 8 ટ્રેનોને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યુ હતું કે ‘કેવડિયાનું રેલવે લાઇન સાથે જોડાઈ જવાથી આદિવાસીઓના જીવનમાં પરિવર્તન આવશે, ભવિષ્યમાં રોજ એક લાખ પ્રવાસી આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.’

 

કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીને દેશના 6 રાજ્યો સાથે જોડતી 8 ટ્રેનોને પીએમ મોદી​​​​​એ આજે વર્ચ્યુઅલ લોકાર્પણ કરીને લીલી ઝંડી આપીને રવાના કરી હતી. આ ટ્રેનો સ્ટેચ્યૂ ઓફ યુનિટીને સીમલેસ ક્નેક્ટિવિટી પ્રદાન કરી છે. આ ઉપરાંત દેશના પહેલા ગ્રીન બિલ્ડીંગ રેલવે સ્ટેશનનું આજે વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન સમારોહ દરમિયાન ગુજરાતમાં રેલવે સંબંધિત અન્ય અનેક પ્રોજેક્ટ્સનું પણ મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી હાજર રહ્યા હતા અને કેન્દ્રીય રેલવે પ્રધાન વર્ચ્યુઅલ દિલ્હીથી રીતે ઉપસ્થિત રહ્યા હતા.

 

 

‘આ રેલવે લાઇનમાં નર્મદાના તટે વસેલા, કરનાલી, પોઇચા અને ગરૂડેશ્વર જેવા આસ્થાના સ્થળોને જોડશે. હવે સ્ટેચ્યૂ ઑફ યુનિટી જોવા માટે સ્ટેચ્યૂ ઋફ લિબર્ટી કરતા વધુ લોકો ઉમટી રહ્યા છે. કોરોનામાં થોડો સમય બંધ રહ્યા બાદ હવે ફરી મુસાફરો ઉમટી રહ્યા છે. એક સર્વે મુજબ ભવિષ્યમાં રોજ એક લાખ લોકો કેવડિયા આવે તેનું અનુમાન છે. પર્યાવરણની રક્ષા કરતા કરતા ઇકૉનોમી અને ઇકૉલૉજીનો વિકાસ કેવી રીતે થાય તે આનું ઉદાહરણ છે.’

 

 

પ્રધાનમંત્રીના હસ્તે દિલ્હીથી વર્ચ્યુઅલના માધ્યમથી આજે કેવડિયા રેલવે સ્ટેશનના લોકાર્પણ અને નવી રેલવે સેવાઓના પ્રારંભ કરાવ્યો હતો. જેમની સાથે રેલ મંત્રી પિયુષ ગોયેલ પણ વર્ચ્યુઅલ રીતે દિલ્હી રેલ ભવનથી કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આજે કેવડિયા ખાતે દેશનું પ્રથમ ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. એક સાથે 8 રેલવે સ્ટેશનથી ટ્રેનોને કેવડિયા આવવા રવાના કરવામાં આવી હતી.

 

 

ડભોઇ- ચાણોદ-કેવડિયા રેલવે લાઇન અને રેલવે સ્ટેશનનું લોકાર્પણ થયું હતું. એજ સમયે દેશમાં આઠ સ્થળો પરથી એક સાથે 8 ટ્રેનોનું ફ્લેગ ઓફ થયું છે. કેવડિયા કોલોની ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી કેવડિયા ખાતે પહોંચ્યા હતા. જ્યારે કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયેલ વર્ચ્યુઅલ રીતે રેલ ભવનથી જોડાયા હતા. આ ઉપરાંત ગુજરાતના રાજ્યપાલ, રેલવેના GM, સરોવર નર્મદા નિગમના ચેરમેન કૈલાસ નાથન, એમડી ડો. રાજીવ ગુપ્તા અને છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા હાજર રહ્યા હતા.

 

 

‘કેવડિયા કમ્પલીટ ફેમિલી પેકેજની જેમ કાર્યરત થઈ રહ્યું છે. હવે અહીંયા સેકડો એકરમાં ફેલાયેલું સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્ક છે. જંગલ સફારી છે. આયુર્વેદ અને યોગ પર આધારિત આરોગ્ય વન છે. પોષણ પાર્ક છે. રાતમાં જગમગાતું લવ ગાર્ડન છે. દિવસે જોવા માટે કેક્ટસ ગાર્ડન અને બટરફ્લાય ગાર્ડન છે. બાળકો-યુવાનો અને વડીલો સૌના માટે આયોજન છે. વધતા પર્યટનના કારણે લોકોને રોજગાર મળી રહ્યો છે.’

વડાપ્રધાન ડભોઇ-ચંડોદ ગેજ રૂપાંતરિત બ્રોડગેજ રેલવે લાઇન, ચાંદોદ-કેવડિયા નવી બ્રોડગેજ રેલવે લાઇન, નવી વિદ્યુતકૃત પ્રતાપનગર-કેવડિયા વિભાગ અને ડભોઇ જંક્શન, ચાંદોદ અને કેવડિયા નવા સ્ટેશન બિલ્ડિંગનું ઉદઘાટન કર્યું હતું. આ ઇમારતો સ્થાનિક સુવિધાઓ અને આધુનિક મુસાફરોની સવલતોથી સુંદર રીતે બનાવવામાં આવી છે. કેવડિયા સ્ટેશન એ ભારતનું પહેલું રેલવે સ્ટેશન છે જેણે ગ્રીન બિલ્ડિંગનું પ્રમાણપત્ર મેળવ્યું છે. આ પ્રોજેક્ટ આજુબાજુના આદિજાતિ વિસ્તારોની વિકાસલક્ષી પ્રવૃત્તિઓમાં વધારો કરશે. નર્મદા નદીના કાંઠે મહત્વપૂર્ણ ધાર્મિક અને પ્રાચીન તીર્થસ્થાનો સાથે જોડાણ વધારશે અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પર્યટન અને આ ક્ષેત્રનો એકંદર સામાજિક-આર્થિક વિકાસ અને નવા રોજગાર અને વ્યવસાયમાં વધારો કરશે અને તકો પૂરી પાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!