ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવ્યું. સુરતની કુલ 120 બેઠકો માટે 484 ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે થઈ રહ્યો છે. સુરતમાં અત્યાર સુધીની મતગણતરીમાં ભાજપ આગળ છે પરંતુ સૌથી વધુ ચોંકાવનારું પ્રદર્શન AAPનું જોવા મળી રહ્યું છે. જેનું કોંગ્રેસ કરતા પણ સારું પ્રદર્શન છે. ગુજરાતમાં પ્રથમ વખત જ ચૂંટણીમાં ઉતરેલી આમ આદમી પાર્ટીએ 25 વધુ બેઠક જીતી લીધી છે. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આ જીતની ખુશી કેક કાપીને કરી હતી.
આપ પાર્ટીના વિજેતા ઉમેદવારોમાં વોર્ડ નંબર 16ની 22 વર્ષની પાયલનો પણ સમાવેશ થાય છે. વોર્ડ નંબર-16માંથી પાયલ કિશોરભાઈ સાકરીયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા. પાયલની ઉંમર 22 વર્ષ છે. પાયલ સુરત શહેરની સૌથી નાની વયની ઉમેદવાર હતી. પુણા પશ્ચિમ વોર્ડ નંબર 16માંથી પાયલનો આમ આદમી પાર્ટીની પેનલ સાથે વિજય થયો છે.
પાયલ ફક્ત 22 વર્ષની ઉંમરે રાજકારણમાં આવી છે અને તેની જીત થઈ છે. પાયલની જીત બાદ સોસાયટીના લોકોએ ઢોલના તાલે પાયલનું સ્વાગત કર્યું હતું. પાયલ જ્યારે પોતાની સોસાયટીમાં પહોંચી ત્યારે તેનું ફૂલ-હારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
સુરત મહાનગરપાલિકામાં સત્તા ભલે ભાજપના હાથમાં આવી હોય, પરંતુ આમ આદમી પાર્ટી (AAP) પણ મુખ્ય વિપક્ષ બનીને ઉભી થઈ છે. ગુજરાતમાં પહેલીવાર ત્રીજી રાજકીય પાર્ટી વિપક્ષ બની છે. સુરતમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસના વોટ તોડવામાં સફળ રહી છે.
પાયલ જ્યારે પોતાની સોસાયટીમાં પહોંચી ત્યારે તેનું ફૂલ-હારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સોસાયટી અને પરિવારના લોકો ઢોલ અને નગારા સાથે પાયલનું સ્વાગત કરવામાં માટે હાજર હતા. આ પ્રસંગે પાયલે જણાવ્યું હતું કે, હું મારા વિસ્તારમાં ખૂબ સારા કામો કરીશ.
ઉમેદવારોની પસંદગીમાં પાસ વર્સિસ કોંગ્રેસની લડાઈનો સીધો ફાયદો આમ આદમી પાર્ટીને થયો છે. તો બીજી તરફ, આપ પાર્ટીના ગુજરાતના પ્રમુખ ગોપાલ ઈટાલીયા પણ મૂળ સુરતના છે અને પાટીદાર સમુદાયમાંથી આવે છે. તો સુરતમાં કોંગ્રેસ સાવ હાંસિયામાં ધકેલાઈ ગયું છે. સુરતમાં કોંગ્રેસ ત્રીજા નંબરની પાર્ટી બની છે.
From – Banaskantha Update