બનાસકાંઠામાં જીલ્લા વિકાસ અધિકારીના આદેશ અનુસાર પીવાના પાણીની લાઇનોમાંથી ગેરકાયદેસર જોડાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઇ

- Advertisement -
Share

દાંતીવાડાના ઓઢવા, પાસવાળ, રામપુરા અને થરાદના મેઢાળ, ગડસીસર અને પીરગઢમાં કાર્યવાહી કરાઇ

 

બનાસકાંઠા જીલ્લામાં પાણી ચોરી કરતાં લોકો સામે બનાસકાંઠા જીલ્લા વિકાસ અધિકારીએ કડક કાર્યવાહી હાથ ધરી છે.

દાંતીવાડા અને થરાદમાં ગુરૂવારે પીવાના પાણીની લાઇનમાંથી નેટવર્કથી કનેક્શન લેતાં પાણીના ગેરકાયદેસર કનેક્શન દૂર કરાવ્યા છે. જીલ્લા વિકાસ અધિકારીના આદેશ અનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા જીલ્લા વિકાસ અધિકારી સ્વન્પીલ ખરેની અધ્યક્ષતામાં પીવાના પાણીની લાઇનોમાંથી ગેરકાયદેસર જોડાણો દૂર કરી કનેક્શનો કાપવાની કામગીરી કરાઇ હતી.
પીવાના પાણીની લાઇનોમાંથી સીધા નેટવર્કથી પાણી લેતાં ગામોમાં તાલુકા પંચાયત કચેરી, થરાદ અને તાલુકા પંચાયત કચેરી, દાંતીવાડા અને પાણી પુરવઠા વિભાગ દ્વારા ગેરકાયદેસર પીવાના પાણીની લાઇનમાં કરેલ જોડાણો દૂર કરાયા હતા.

 

દાંતીવાડા તાલુકાના ઓઢવા, પાંસવાળ, રામપુરા (પાંસવાળ) તથા થરાદ તાલુકાના મેઢાળા, ગડસીસર અને પીરગઢ ગામમાંથી પીવાના પાણીના ગેરકાયદેસર કનેક્શનો દૂર કરીને કાર્યવાહી કરાઇ છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!