મોડાસાની નિલાંશી પટેલના લાંબા વાળ હોલિવુડ મ્યૂઝિયમમાં મૂકાયા : પહેલી કમાણી રામમંદિરમાં આપી

- Advertisement -
Share

મોડાસાની નિલાંશી પટેલ આખા વિશ્વમાં સૌથી લાંબા વાળ ધરાવતી હતી. નિલાંશીએ 2018માં ઈટલીના રોમ ખાતે 170.5 સે.મી લાંબા વાળ સાથે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સતત બીજા વર્ષે પોતાનો જ રેકોર્ડ તોડી 190 સે.મી. લાંબા વાળ સાથે સતત બીજા વર્ષે લોન્ગેસ્ટ હેયર ટીનેજરનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

 

 

 

 

તેમજ ત્રીજા વર્ષે એટલે કે 2020માં પણ લાંબા વાળમાં દબદબો યથાવત રાખતા 200 સે.મી લાંબા વાળ સાથે નવો ગીનીશ વર્લ્ડ રેકોર્ડ બૂકમાં સ્થાન મેળવ્યું હતું. સૌથી લાંબા વાળની વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર નિલાંશીના વાળ અમેરિકાના પ્રસિદ્ધ ‘Ripley Believe it or not’ નામના હોલિવૂડ મ્યુઝિયમમાં મુકવામાં આવ્યા છે.

 

 

 

 

મોડાસાના સાયરા ગામની નિલાંશી પટેલ પોતાના લાંબા વાળના લીધે ગિનીસ બુકમાં સ્થાન ધરાવે છે. ત્યારે નિલાંશી પટેલએ પોતાના જીવનની પહેલી કમાણી રામમંદિર અને કોવિડ હોસ્પિટલમાં આપી સમાજમાં એક નવો રાહ ચિંધ્યો છે. સાયરા ગામની નિલાંશીએ લાંબા વાળ માટે પોતાનો જ રેકોર્ડ ત્રણ વાર તોડ્યો છે.

 

 

 

 

ત્યારે નિલાંશીને વાળની જાહેરાત માટે ઘણી ઓફરો આવતી હતી. પરંતુ મેક ઈન ઈન્ડિયાના પ્રોજેકટ અંતર્ગત પોતાની બનાવટનું હેર ઓઈલ બનાવવાનું ચાલુ કરી પોતાના જીવનની પહેલી કમાણીના ભાગરૂપે નિલાંશીએ રામમંદિર અને કોરોના મહામારીમાં લોકોને સારી સારવાર મળી રહે તે હેતુએ 51,000 જેટલી રકમ દાન સ્વરુપે આપી યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની છે.

 

 

 

 

નિલાંશીના લાંબા વાળ હાલમાં જ અમેરિકાના ગીનીસ વર્લ્ડ રેકોર્ડ મ્યુઝિયમમાં મુકવામાં આવ્યા છે. તો બીજીબાજુ નિલાંશીની મમ્મી કામિનીબેને પણ પોતાના વાળનું કેન્સર પિડીત દર્દીઓ માટે દાન આપેલ છે. હાલના સમયમાં જયારે નવી પેઢી સંસ્કૃતિથી વિમુખ થઈ રહી છે ત્યારે માત્ર 18 વર્ષની ઉંમરે પોતાની જિંદગીની પહેલી કમાણી રામમંદિર અને જરૂરિયાતમંદોને સારવાર મળી રહે તે હેતુએ દાનમાં આપીને નિલાંશીએ સમાજમાં એક ઉતમ ઉદાહરણ પુરુ પાડ્યું છે. ત્યારે નિલાંશીના આ પ્રેરણા સ્વરૂપ કામને જિલ્લાવાસીઓએ વધાવીને અભિનંદન પાઠવ્યા હતા.

 

 

 

 

વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર સાયરા ગામની વતની અને મોડાસા ખાતે રહેતી નિલાંશી પટેલે પોતાના સુંદર વાળ અમેરિકાના મ્યુઝિયમમાં ડોનેટ કરી અનેક સ્ત્રીઓ માટે પ્રેરણાસ્રોત બની છે. એટલું જ નહીં, મોડાસાની નિલાંશી પટેલે પોતાની જ રોલ મોડલ માતાને કેન્સરગ્રસ્ત લોકો માટે પોતાના વાળ ડોનેટ કરવાની પ્રેરણા પૂરી પાડી પીડિતો માટે જીવન જીવવા નવો જ દોરીસંચાર કર્યો છે.

 

 

 

 

અરવલ્લીના સાયરા ગામનાં વતની અને મોડાસા ખાતે રહેતાં શિક્ષક દંપતી બ્રિજેશ પટેલ અને કામિની પટેલની પુત્રી નિલાંશી પટેલે 1 ઓગસ્ટ 2020ના રોજ વિશ્વમાં સૌથી વધુ લાંબા વાળ ધરાવતી ટીનેજર તરીકે બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નામ નોંધાવી વૈશ્વિક ફલક પર અરવલ્લીનું નામ ગુંજતું કર્યું હતું. આ યુવતી ફરી એકવાર પોતાના વાળને લઈ ચર્ચામાં આવી છે. નિલાંશી પટેલે લાંબા વાળની ઇચ્છા રાખતી મહિલાઓની પથદર્શક બની પોતાના વાળ અમેરિકાના ‘Ripley Believe it or not’ હોલિવૂડ મ્યુઝિયમમાં મૂકવા જઈ રહી છે.

 

 

 

 

 

18 વર્ષથી નીચેની ઉંમરે 2018 અને 2019 એમ સતત બે વર્ષ સુંધી પોતાનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવનાર નિલાંશી એક માત્ર ભારતીય હતી લાંબા વાળનો રેકોર્ડ દર વર્ષે અલગ અલગ દેશોના નામે હોય છે, પરંતુ લોન્ગેસ્ટ ઓફ હેયર ટીનેજર્સમાં નિલાંશીએ ભારતનો ડંકો વગાડ્યો છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!