પાલનપુરના પ્રોફેસર સસરાના ઘરનું લાઇટ બીલ ઓનલાઇન ભરવા જતાં ખાતામાંથી રૂ. 1,00,000 ગુમાવ્યા

- Advertisement -
Share

સાયબર ગઠીયાએ મોબાઇલમાં એપ્લીકેશન ડાઉનલોડ કરાવી રૂપિયા ઉપાડી લીધા

 

પાલનપુરમાં રહેતાં અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના બાગાયત વિભાગના પ્રોફેસરે પોતાના સસરાના ઘરનું લાઇટ બીલ ઓનલાઇન ભરવા જતાં ખાતામાંથી રૂ. 1,00,000 ગુમાવ્યા હતા.
આ અંગે બનાસકાંઠા સાયબર ક્રાઇમ વિભાગમાં ફરિયાદ નોંધાવતાં અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર શક્તિનગર સોસાયટીમાં રહેતાં અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં બાગાયત વિભાગના પ્રોફેસર પંકજકુમાર ચુનીલાલ જોષીના સસરા લક્ષ્મણ ટેકરી વિસ્તારમાં રહેતાં
વાડીલાલ નથ્થુરામ રાજગોરના મોબાઇલ ઉપર ગત માસનું તમારા ઘરનું લાઇટ બીલ તાત્કાલીક ભરો નહીતર વીજ કનેક્શન કપાઇ જશે.
એવો મેસેજ આવતાં સસરાએ પ્રોફેસરને વાત કરી હતી. મેસેજમાં દર્શાવેલ ઇલેક્ટ્રીસિટી ઓફીસરના મોબાઇલ નંબર ઉપર સંપર્ક કર્યો હતો.
જેમાં સાયબર ગઠીયાએ હિન્દીમાં વાતચીત કરી મોબાઇલ પ્લે સ્ટોરમાંથી કવિક સ્પોર્ટ (Q.S.) એપ્લીકેશન ડાઉનલોડ કરાવી હતી.
જેમાં એલાઉ કરી ગુગલ ઉપર યુ.જી.વી.સી.એલ. વીજળી બીલ પેમેન્ટ લખી સર્ચ કરવાનું કહેવાયું હતું. જે પછી ફ્રી ચાર્જ ઇન નામની વેબસાઇટમાં વીજ ગ્રાહક નંબર નખાવી ઓનલાઇન યુઝરનેમ અને પાસવર્ડ નાખીને રૂ. 10 ટ્રાન્સફર કરાવ્યા હતા.

 

તે પછી તેમના ખાતામાંથી રૂપિયા રૂ. 1,00,000 ઉપડયા હોવાનો મેસેજ આવ્યો હતો. તેમણે મેસેજમાં આવેલ ઓ.ટી.પી. શેર કર્યો ન હતો,

 

કે કોઇ પ્રોસેસ કરી ન હતી છતાં પણ રૂ. 1,00,000 ઉપડી જતાં તાત્કાલીક એપ્લીકેશન ડીલીટ કરી હતી અને તુરંત સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 ઉપર કોલ કરી ખાતાં હોલ્ડ કરાવી દીધા હતા. આ સમગ્ર પ્રક્રીયા તેમના પુત્ર ધ્રુવ પાસે કરાવી હતી.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!