બનાસકાંઠામાં મ્યુકોરમાઇકોસિસ રોગને પ્રસરતો અટકાવવા સઘન સર્વેલન્સ હાથ ધરાશે

- Advertisement -
Share

પાલનપુરમાં કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને આરોગ્યના અધિકારીઓ અને સ્પેશ્યાલીસ્ટ તબીબો સાથે બેઠક યોજાઇ

બનાસકાંઠા જીલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા જીલ્લામાં કોવિડ-19 કોરોના વાયરસનું સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. પરંતુ મ્યુકોરમાઇકોસિસ નામના નવા રોગના કેસો સામે આવતાં તંત્ર સતર્ક બન્યું છે. મ્યુકોરમાઇકોસીસ રોગને પ્રસરતો અટકાવવા સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવશે.

આ રોગના નિયંત્રણ માટે પાલનપુરમાં કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગ અને આંખ, નાક, કાન, ગળા અને દાંતના સ્પેશ્યાલીસ્ટ તબીબો સાથે બેઠક યોજાઇ હતી. જેમાં બેઠકમાં લેવાયેલ નિર્ણય મુજબ આરોગ્ય વિભાગની ટીમો ઘેર-ઘેર ફરીને સઘન સર્વેલન્સ હાથ ધરશે.

 

Advt

 

મ્યુકોરમાઇકોસિસ શું છે ?

મ્યુકોરમાઇકોસિસ એ કાળી ફૂગ તરીકે પણ જાણીતું છે. તે ગંભીર, દુલર્ભ અને ઘણીવાર જીવલેણ ફંગલ ચેપ છે.

 

 

 

મ્યુકોરમાઇકોસિસ ચેતવણીના લક્ષણો

નાકમાં અવરોધ/સ્ત્રાવ, એકબાજુ ચહેરાનો દુઃખાવો, નિષ્કિયતા/સોજો, અસ્પષ્ટા અને ડબલ દ્રષ્ટીધ સાથે આંખની પીડા થવી, દાંતનો દુઃખાવો અને દાંત તૂટવા, નાક પર કાળા જખમ તેમજ ઉપરનું સખત તાળવું જે મોંની અંદર બાજુમાં છે.

 

કોને જોખમ છે ?

અનિયંત્રિત ડાયાબિટીસ, ઇમ્યુનોકોમપ્રોમિઝડ દર્દીઓ, દર્દીઓ જે સ્ટીરોઇડ્સ પર હોય છે. તાજેતરના ટ્રાન્સપ્લાપન્ટ શસ્ત્રક્રિયા.

 

મ્યુકોરમાઇકોસિસને રોકવા માટે પૂર્વ તૈયારીઓ

બ્લડ સુગર, બ્લડપ્રેશર, વજન અને કોલેસ્ટરોલનો ટ્રેક રેકોર્ડ રાખો, લાંબા સમય સુધી નાક બંધના કિસ્સામાં તાકીદે તબીબની સલાહ લો, માત્ર તબીબની દેખરેખ હેઠળ સ્ટીરોઇડ્સનો ઉપયોગ કરો, ફંગલ બીજ શરીરમાં ન પ્રવેશે તે માટે ફેસ માસ્ક પહેરો, ચેતવણીનાં લક્ષણોને અવગણશો નહીં, ધૂળવાળા, ગંદા અને ભેજવાળા વિસ્તારોમાં જવાનું ટાળો.

આ દરમિયાન જે લોકોમાં મ્યુકોરમાઇકોસિસના સામાન્ય લક્ષણો દેખાતા હોય તેવા દર્દીઓને અલગ તારવી શરૂઆતના સ્ટેજથી સારવાર આપવાનું શરૂ કરવામાં આવશે તેમ બનાસકાંઠા જીલ્લા એપેડેમીક મેડીકલ ઓફિસર ર્ડા. એન. કે. ગર્ગે જણાવ્યું છે.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!