અંબાજી નજીક બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં પિતા-પુત્રીનું મોત : એક વ્યક્તિને ઇજા

- Advertisement -
Share

એક વ્યક્તિને ઇજાઓ થતાં 108 વાન મારફતે સારવાર અર્થે અંબાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો

 

શક્તિ-ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન માં જગત જનનીના ધામે ભાદરવી પૂનમનો મહામેળો યોજાઇ રહ્યો છે. ત્યારે લાખોની સંખ્યામાં માઇ ભક્તો માં અંબાના દર્શનાર્થે આવી રહ્યા છે.

ત્યારે અંબાજીના ગબ્બરની નીચે એક બાઇક અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવાર પિતા અને પુત્રીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા મહામેળામાં અકસ્માત ન સર્જાય તેના ભાગરૂપે નવતર પ્રયાસો કર્યાં છે.

 

પણ ભાદરવી પૂનમ મહામેળાના ત્રીજા દિવસે એક દુઃખદ ઘટના સામે આવી હતી. ત્યારે બાઇક પર સવાર એક વ્યક્તિને ઇજાઓ થતાં 108 વાન મારફતે સારવાર અર્થે અંબાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

 

અકસ્માતની જાણ અંબાજી પોલીસને થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારે અંબાજી પોલીસ દ્વારા ઘટનાસ્થળે જઇને વધુ તપાસ હાથ ધરી હતી.
અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં અકસ્માતની આ પહેલી ઘટના સામે આવી છે. જેમાં પિતા-પુત્રીનું મોત નિપજ્યું હતું.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!