કોરોના બાદ બ્લેક ફંગસએ બનાસકાંઠામાં માથું ઉચક્યું : ઉત્તર ગુજરાતમાં 116 નવા કેસ, 8 દર્દીઓએ જીવ ગુમાવ્યો

- Advertisement -
Share

કોરોના બાદ મ્યુકર માઇકોસિસ (બ્લેક ફંગસ)ની બીમારીએ ઉત્તર ગુજરાતને પણ ભરડામાં લીધું છે. અત્યાર સુધીમાં 116 જેટલા કેસ નોંધાઇ ચૂક્યા છે, તો 8 દર્દીઓના મોત થઇ ચુક્યા છે. મ્યુકર માઇકોસિસની બીમારીએ માથુ ઊંચક્યું હોવા છતાં જિલ્લા સ્તરે કોઇ જ સુવિધા ન હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. પાટણ, પાલનપુર અને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં મ્યુકર માઇકોસિસ માટે અલગથી વોર્ડ ઊભો કરાયો છે.

 

 

 

 

જ્યારે મહેસાણા અને મોડાસામાં સરકારી હોસ્પિટલમાં હજુ સુધી વોર્ડ જ તૈયાર કરાયો નથી. અહીં ખાનગી હોસ્પિટલમાં વોર્ડ છે, જ્યાં હાલ સારવાર અપાય છે. જોકે, આખા ઉત્તર ગુજરાતમાં મ્યુકર માઇકોસિસ માટે જરૂરી દવા, એમ્ફોટેરિસિન બી ઇન્જેક્શન અને તબીબોની પૂરતી વ્યવસ્થા ન હોઇ દર્દીઓને અમદાવાદ ખાતે રીફર કરાઇ રહ્યા છે.

 

 

 

 

સાબરકાંઠા જિલ્લા એપેડેમિક ઓફિસર ડો. ચિરાગ મોદીએ જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં 6 દર્દી સહિત સરકારી હોસ્પિટલમાં 19 અને ખાનગીમાં 14 મળી કુલ 39 મ્યુકર માઇકોસિસના કેસ નોંધાયાં છે. 19 દર્દી પૈકી 9 દાખલ છે અને 8ને રિફર કરાયા છે. જ્યારે ખાનગી હોસ્પિટલના 14 પૈકી 5ને દાખલ અને 9 દર્દીને રિફર કરાયા છે. એપ્રિલમાં બે દર્દીના મ્યુકર માઇકોસિસના કારણે મોત થયાં છે. અરવલ્લી જિલ્લામાં મ્યુકર માઇકોસિસના 5 દર્દીઓ નોંધાયા છે, જ્યારે 20 જેટલા શંકાસ્પદ દર્દીઓ છે.

 

 

 

જોકે, બ્લેક ફંગસના દર્દીઓ માટે સરકારી હોસ્પિટલમાં સારવારની કોઇ સુવિધા નથી, પરંતુ મોડાસાના તબીબોએ યુનિટી હોસ્પિટલમાં વોર્ડ શરૂ કર્યો છે, જ્યાં સર્જરી બાદ હાલ એક દર્દીને રખાયો છે. આરોગ્ય વિભાગે જણાવ્યું કે, અરવલ્લી જિલ્લાના દર્દીઓને ગાંધીનગર મેડિકલ કોલેજ, અમદાવાદની સોલા સિવિલ અને વાડીલાલ હોસ્પિટલમાંથી દવા અને ઈન્જેકશન માટે જરૂરી આધાર પુરાવા સાથે જથ્થો ફાળવાય છે. મોડાસા શહેરના ઇએનટી સર્જન ડો. જીતેન્દ્રભાઇ પટેલ અને ડો. વિનય ગાંધીએ બે દિવસમાં બ્લેક ફંગસ ના બે દર્દીઓની સર્જરી કરી છે.

 

ઉત્તર ગુજરાતમાં બ્લેક ફંગસના કેસ
જિલ્લો કેસ મોત
મહેસાણા 40 2
પાટણ 8 2
બનાસકાંઠા 24 2
સાબરકાંઠા 39 2
અરવલ્લી 5 0
કુલ 116 8

 

 

અરવલ્લીમાં સરકારી હોસ્પિટલોમાં અથવા તો મેડિકલમાં મ્યુકર માયકોસિસની દવાઓ અને ઈન્જેકશનની અછત હોવાના કારણે શંકાસ્પદ દર્દીઓ જેમનામાં આ રોગ ફેલાયો છે એવા દર્દીઓના સગાઓ દવાઓ અને ઇન્જેક્શન માટે રઝળપાટ કરી રહ્યા હોવાની બૂમ ઉઠી છે.

 

 

 

આરોગ્ય વિભાગે જણાવ્યું કે અરવલ્લી જિલ્લાના દર્દીઓ માટે ગાંધીનગરની મેડિકલ કોલેજ અને અમદાવાદની સોલા સિવિલ તેમજ અમદાવાદની વાડીલાલ હોસ્પિટલમાં દર્દીઓની દવાઓ અને ઈન્જેકશન માટે જરૂરી આધાર પૂરાવા સાથે ઉપરોક્ત સ્થળ પરથી દવાઓનો જથ્થો ફાળવાતો હોવાનું જણાવ્યું હતું. મોડાસાના દધાલીયાના દર્દી અને અન્ય ગામડાનું શંકાસ્પદ દર્દી પૈસાના અભાવે અને દવાઓના અભાવે છેલ્લા ત્રણ દિવસથી મોડાસા શહેરમાં રઝળપાટ કરતા હોવાનું જાણવા મળ્યું છે.

 

ઉત્તર ગુજરાતમાં વોર્ડ સુવિધા
જિલ્લો વોર્ડ સરકારી/ખાનગી
મહેસાણા 2 ખાનગી
પાટણ 1 સરકારી
બનાસકાંઠા 1 સરકારી
સાબરકાંઠા 1 સરકારી
અરવલ્લી 1 ખાનગી
કુલ 6

 

 

 

બાયડના ગાબટના કડવા પાટીદાર સમાજના 65 વર્ષીય અગ્રણી 20 દિવસ અગાઉ કોરોનામાં સપડાતાં તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી અને ઘરે આવ્યાના એક સપ્તાહ બાદ તેમનામાં મ્યુકરમાયકોસિસનાં લક્ષણો દેખાતાં ફંગસ પ્રસરી જતાં મોડાસાની ખાનગી હોસ્પિટલમાં તેમનું ઓપરેશન કરીને આંખ કાઢી નખાઇ હતી.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!