બનાસકાંઠામાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ બસ કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અપાઈ

- Advertisement -
Share

કોરોનાની મહામારીમાં સમગ્ર ગુજરાતમાં એસ.ટી સેવા દરમિયાન મૃત્યુ પામેલા તમામ એસ.ટી કર્મચારીઓને આજે બનાસકાંઠા એસ.ટી વિભાગ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

 

 

 

સમગ્ર ગુજરાતમાં બે મહિના સુધી કોરોનાવાયરસની મહામારીએ આંતક મચાવ્યો હતો ખાસ કરીને વધતા જતા કોરોનાવાયરસના કેસના કારણે સમગ્ર ગુજરાતની તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઇ ગઇ હતી જેના કારણે અનેક દર્દીઓને સમયસર સારવાર ન મળતાં મોતને ભેટયા હતા તો બીજી તરફ કોરોનાવાયરસની મહામારી એટલું ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું કે અનેક લોકોને ઓક્સિજન અને ઇન્જેકશનની ભારે હાલાકી ભોગવવી પડી હતી.

 

 

 

 

ગુજરાતમાં વધતા જતા કોરોનાવાયરસના કેસના કારણે મોટાભાગના દર્દીઓને હોસ્પિટલોમાં સારવાર ન મળતાં જ્યાં જગ્યા મળતી હતી ત્યાં તેઓ સારવાર લઇ રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં તેમજ સમગ્ર ગુજરાતમાં કોરોનાવાયરસની મહામારીમાં અનેક લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

 

 

 

 

કોરોનાવાયરસની મહામારીમાં રોજેરોજ એસ.ટી સેવા શરૂ કરી હતી એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરોને સુરક્ષિત લઈ જવા માટે કોરોનાવાયરસની મહામારીમાં રાત દિવસ એસટી કર્મચારીઓ એસ.ટી બસ ચલાવતા હતા સતત વધતા જતા કોરોનાવાયરસના કેસ વચ્ચે પણ તમામ એસ.ટી બસના કર્મચારીઓ ફરજ પર હાજર રહી કોરોના વોરિયર્સની ભૂમિકા ભજવી હતી.

 

 

 

 

પરંતુ આ કોરોના કાળમાં ગુજરાતમાં અનેક એસટી કર્મચારીઓ આ મહામારીના ઝપેટમાં આવ્યા હતા એટલું જ નહીં પરંતુ એસ.ટી કર્મચારીઓ કોરોના મહામારીમાં મોતને પણ ભેટે હતા સમગ્ર ગુજરાતમાં 150થી પણ વધુ એસ.ટી કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા અને તેમાં અનેક એસ.ટી કર્મચારીઓ મોતને પણ ભેટયા હતા. સમગ્ર ગુજરાતમાં કોરોનાવાયરસની મહામારીના કારણે અનેક લોકો મોતને ભેટયા છે.

 

 

 

 

ત્યારે આજે બનાસકાંઠા જિલ્લા એસ.ટી વિભાગના કર્મચારીઓ દ્વારા આ તમામ એસ.ટી કર્મચારીઓની આત્માને શાંતિ મળે તે માટે ડીસા ડેપો ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં બનાસકાંઠા જિલ્લામાં એસ.ટી બસમાં ફરજ બજાવતા કર્મચારીઓએ બે મિનિટનું મૌન પાળી કોરોનાવાયરસની મહામારીમાં મૃત્યુ પામેલા એસ.ટી કર્મચારીઓના પરિવારને આ આફત સામે લડવાની તાકાત મળે તે માટે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!