એ.સી.બી.ની સફળ ટ્રેપથી 15,000 રૂપિયાની લાંચ લેતો આરોપી ઝડપાયો

- Advertisement -
Share

આરોપી : જીગ્નેશભાઇ નટવરલાલ મોદી, આસીસ્ટન્ટ ઇજનેર, ડ્રેનેજ વિભાગની કચેરી, રાંદેર વેસ્ટ ઝોન, રાંદેર, સુરત, વર્ગ- 2.

 

ગુનો બન્યા : તા. 04/03/2021

ગુનાનું સ્થળ : ડ્રેનેજ વિભાગની ઓફિસમાં, રાંદેર વેસ્ટ ઝોનની કચેરી, રાંદેર, સુરત

 

 

ફરીયાદી બિલ્ડરનાં બનાવેલ મકાનોમાં પ્લમ્બીંગનું કામ રાખેલ હોય અને તેઓ જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ એક બિલ્ડીંગના કુલ – 120 ફલેટના ડ્રેનેજ જોડાણની કાર્યવાહી માટે રાંદેર ઝોનની કચેરીમાં અરજી કરેલ જે જોડાણો મંજુર કરવાના અવેજપેટે આ કામના આરોપીએ એક ફલેટ દિઠ રૂ.150/- લેખે રૂ. 18,000/- લાંચની માંગણી ફરીયાદી પાસે કરેલ બાદ રકઝકના અંતે આ કામના આરોપીએ ફરીયાદી પાસે રૂ.15,000/-ની લાંચની માંગણી કરેલ.

 

 

જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય આજરોજ પોલીસ ઇન્સ્પેક્ટર, ફિલ્ડ, એ.સી.બી. સુરત એકમ સુરત નાઓનો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતાં આ કામના આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.15,000/- ની લાંચની માંગણી કરી, સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ જતા આરોપીને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી.

 

 

ટ્રેપીંગ અધિકારી : એ.કે.ચૌહાણ, પોલીસ ઇન્સ્પેકટર, ફિલ્ડ એ.સી.બી સુરત એકમ, સુરત

મદદમાં : કે.જે.ચૌધરી, પોલીસ ઇન્સ્પેકટર સુરત શહેર એ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર તથા એ.સી.બી. સ્ટાફ

સુપર વિઝન અધિકારી એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!