ડીસા નેહરુનગર ટેકરામાં એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર

- Advertisement -
Share

ડીસાના નેહરુનગર ટેકરા વિસ્તારમાં આવેલ સરકારી આવાસના નીચાણવાળા ભાગમાં એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી ઘટનાના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.

બનાસકાંઠા જિલ્લામાં ક્રાઈમની ઘટના દિન-પ્રતિદિન વધી રહી છે ડીસા શહેરમાં આવેલા નહેરુનગર ટેકરા વિસ્તારમાં રહેતા નવીન ઉર્ફે નનીકો બાબુભાઈ માજીરાણાની સરકારી આવાસ યોજનાની બાજુમાં નીચાણવાળા ભાગમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

ઘટનાના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા યુવકની હત્યા થતાં પરિવાર માતમ છવાયો હતો પરિવારોએ પોતાના પુત્રની હત્યા થઇ હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે મૃતક યુવક નવીન ઉર્ફે નનિકો બાબુભાઈ માજીરાણાના માથાના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે ઘા મારી કરપીણ હત્યા કરવામાં આવી છે. ઘટનાના પગલે પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતકની લાશને ડીસા સિવિલ પીએમ અર્થે ખસેડી મૃતક યુવકના હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!