બનાસકાંઠાના ગઢની યુવતીને વાગડોદના શખ્સે નોકરીની લાલચ આપી દોઢ માસ સુધી ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું

- Advertisement -
Share

પાલનપુર તાલુકાના ગઢની એક શિક્ષિત યુવતીને પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાગડોદ ગામના શખ્સે નોકરીની લાલચ આપી તેણીનું અપહરણ કરીને વાગડોદ લઈ જઈ દોઢ માસ સુધી ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે યુવતીએ તેની મોટી બહેનને જાણ કરતા અભયમ 181ની મદદ લઇ પોતાના ઘરે પરત ફરી હતી. આ અંગે યુવતીએ ગઢ પોલીસ મથકે બુધવારે દુષ્કર્મ આચનાર શખ્સ સહિત મદદગારી કરનાર અન્ય છ લોકો મળી કુલ 7 શખ્સો વિરૂદ્ધ ગઢ પોલીસ મથકે બળાત્કારનો ગુન્હો નોંધાવ્યો છે.

પાલનપુરના ગઢ ખાતે રહેતી એક શિક્ષિત બેરોજગાર યુવતીને પાટણ જિલ્લામાં સરસ્વતી તાલુકાના વાગડોદ ગામના અશ્વિનકુમાર અંબારામભાઈ મેણાત(પટેલ)ના પરિચયમાં આવી હતી. દરમિયાન બે માસ અગાઉ 17/08/2020ના રોજ સાંજના ચારેક વાગે અશ્વિન પટેલ ગઢ ખાતે વેગનાર ગાડી લઈને આવ્યો હતો યુવતીને નોકરી આપવાનું કહી તેના ડોક્યુમેન્ટ માંગ્યા હતા. જે આપતાં ગાડીમાં બેઠેલા અન્ય શખ્સોની મદદથી તેણીનું અપહરણ કરીને વાગડોદ લઈ ગયા હતા.ત્યાંથી અન્ય શખ્સને ત્યાં બોરસણ ગામે એક દિવસ રાખી ત્યાંથી ડરાવી ધમકાવી ઊંઝા ખાતે લઈ જઈને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી કાગળો ઉપર સહીઓ લઈ ત્યારબાદ વાગડોદ લઈ જઈ આ અશ્વિનકુમાર મેણાતે રાત્રીના સમયે યુવતીની મરજી વિરૂદ્ધ શારીરિક દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે તેની સાથેના અન્ય શખ્સોએ તારે અહીં રહેવાનું છે.તારે તારા માબાપને ત્યાં જવાનું નહિ તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જ્યાં આ અશ્વિન મેણાત દોઢ માસ સુધી ગોંધી રાખી અવારનવાર દુષ્કર્મ આચરતો હતો.જે અંગે આયુવતીએ ગઢ પોલીસ મથકે અશ્વિન મેણાત સહિત 7 શખ્સો વિરૂદ્ધ ગઢ પોલીસ મથકે બુધવારે અપહરણ તેમજ દુષ્કર્મનો ગુન્હો નોંધાવતાં ગઢ PSI એસ.એ.ચૌધરીનાઓ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

-:આ શખ્સો સામે ફરિયાદ:-

અશ્વિનકુમાર અંબારામભાઈ મેણાત (પટેલ),
રોહિતભાઈ અંબારામભાઈ મેણાત(પટેલ)
સંદીપભાઈ જયંતિભાઈ મેણાત(પટેલ)
અંબારામભાઈ મોહનભાઇ મેંણાત (પટેલ)
ભગાભાઈ તળસીભાઈ પટેલ (તમામ રહે.વાગડોદ
રોહિતભાઈ રમેશભાઈ પટેલ (અબોસણા,તા.પાટણ)
રાકેશભાઈ કાંતિભાઈ પટેલ (રહે.બોરસણ,તા.પાટણ)


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!