ડીસાનો આ યુવક 12 વર્ષથી અલગ અલગ દેશના 50થી વધુ કબૂતર પાળી સેવા કરી રહ્યો છે

- Advertisement -
Share

બનાસકાંઠાના ડીસામાં વિશાલ ઠાકોર નામનો યુવક અનોખો પક્ષી પ્રેમ ધરાવે છે. જે અલગ-અલગ દેશના કબૂતરોને રાખી તેની સેવા કરે છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કબૂતરના મેળા ભરાતા હોય છે. વિશાલ ઠાકોરે દેશ વિદેશના 50થી વધુ કબુતરો ઘરે લાવ્યા છે અને સેવા કરી પોતાનો શોખ પણ પૂરો કરે છે. આ કબૂતરોને જોવા માટે આજુબાજુના ઘણા પક્ષી પ્રેમી લોકો આવે છે અને ક્યારેક તેની પાસેથી આ કબૂતરોની પેર પણ લઈ જાય છે.

 

 

આજના ટેકનોલોજી અને 4G, 5Gના યુગમાં લોકોએ ભૌતિક સુખ પાછળ આંધળી દોટ મૂકી છે. વળી છેલ્લા ઘણા સમયથી કોંક્રિટના જંગલો ઉભા થતા કુદરતી જંગલોનો નાશ થઈ રહ્યો છે અને પૃથ્વી પર વૃક્ષોની સંખ્યા ઘટી રહી છે. આ વૃક્ષોની સંખ્યા ઘટવાની સાથે સાથે હવે પક્ષીઓની સંખ્યા પણ ઘટી રહી છે.

 

 

એક સમયે ઘર આંગણે વહેલી સવારથી જ સાંભળવા મળતી ચકલી, કાબર કે અલગ અલગ પક્ષીઓની ચિચિયારીઓ હવે આપણને મોબાઈલની રીંગટોનમાં જ સાંભળવા જ મળે છે, ત્યારે ડીસામાં એક યુવાન અનોખો પક્ષી પ્રેમ ધરાવે છે.

 

 

ડીસાના રીજમેંટ વિસ્તારમાં રહેતો વિશાલ ઠાકોર છેલ્લા 12 વર્ષથી અલગ અલગ દેશના કબુતરોને લાવી તેની સેવા કરે છે. વિશાલ ઠાકોરને નાનપણથી જ પક્ષીઓ પ્રત્યે ખૂબ જ લગાવ હતો અને બાદમાં તેનો લગાવ ધીરે ધીરે શોખ બની ગયો આજે આજે તેની પાસે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને યુરોપ સહિત અલગ દેશના 50થી વધુ કબૂતરો છે.

 

 

આ કબૂતરોને ખોરાકથી લઇ આરોગ્યની પણ ખુબજ કાળજી રાખે છે. ઋતુ પ્રમાણે કબૂતર અને ખોરાક આપે છે અને દર છ મહિને તેમના આરોગ્યની ચકાસણી પણ કરાવે છે. અત્યારે અલગ-અલગ કબુતરોના કારણે તેનું ઘર પક્ષીઘર જેવું બની ગયું છે. એક તરફ આજના યુવાન મોબાઈલ પર વ્યર્થ સમય બરબાદ કરી નાખે છે ત્યારે બીજી તરફ આ યુવાનનો પક્ષી પ્રેમ જોઇ અન્ય લોકો માટે પ્રેરણા સમાન બની ગયો છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!