ડીસાના પી.એન માળીએ 7 ઓક્શિજન મશીનો, 225 ઓક્શિજનની બોટલો જિલ્લાની વિવિધ હોસ્પીટલોમાં દાન આપી

- Advertisement -
Share

કુદરતે આપ્યું છે તો કોરોનાના કપરા સમયમાં ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને કામમાં આવે એ મહત્વનું છે આવી ભાવના સાથે છેલ્લા દોઢ વર્ષથી લોકોની સેવા માટે લાખો રૂપિયાનું દાન આપી કોરોના સંક્રમિત દર્દીઓના દુઃખમાં ભાગીદાર થઇ રહ્યાં છે ડીસાના યુવાન દાતા પી.એન.માળી

 

 

 

 

કોરોના સંક્રમણની બીજી લહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓના સગા-વ્હાલાઓએ ઓક્શિજન માટે ડીસાના પી.એન. માળીનો સંપર્ક કરતાં જિલ્લાની વિવિધ હોસ્પીટલોમાં તેમણે ઓક્શિનની બોટલો પહોંચાડી સેવાનું ઉત્તમ કામ કર્યું.

 

 

 

 

બનાસકાંઠામાં ઓક્શિજનની અછત ના સર્જાય તેવા ભાવથી 205 ઓક્શિજનની બોટલો ધાનેરા, ડીસા, થરાદ, પાલનપુર સહિતના વિસ્તારોમાં કાર્યરત કોવિડ હેલ્થ સેન્ટરોમાં તેમજ 20 જેટલી ઓક્શિજનની બોટલો શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને કોરોના દર્દીઓની સારવાર માટે તેમણે દાનમાં આપી છે તેમજ 7 ઓક્સિજન મશીનો પણ દાનમાં આપ્યાં.

 

 

 

 

જેમાં ડીસા સિવિલ હોસ્પિટલમાં – 4, જી.જી માળી કોવિડ કેરમાં – 1, સરપંચ એસોસિએશન ડીસાને – 1 અને 1 અન્ય સેવાભાવી સમાજ માટે આમ કુલ મળીને 7 જેટલાં ઓક્શિજન મશીનો સુપ્રત કર્યા. આ ઉપરાંત કોરોના સંક્રમિત દર્દીઓ માટે ડીસામાં માળી સમાજ દ્વારા ચલાવવામાં આવતી નિ:શુલ્ક ટીફીન સેવામાં પણ આર્થિક યોગદાન આપ્યું .

 

 

 

પી.એન.માળીએ જણાવ્યું હતું કે, સમાજ જીવન ઉપર આવેલા આ કોરોના સંકટને દૂર કરવા આપણે સૌ સાથે મળી સેવાભાવનાથી કામ કરીશું તો જરૂર સફળ થઈશું. આ વૈશ્વિક મહામારીના સમયમાં દરેક માનવી મનથી વિચારીને પોતાનાથી બનતી સેવાકીય, આર્થિક કે અન્ય કોઇપણ પ્રકારની નાની-મોટી મદદ કરે તો જેના ઉપર આફત આવી છે તેને એક પ્રકારની હુંફ અને ટેકો મળશે. અત્રે ઉલ્ખનીય છે કે, ડીસાના પી.એન. માળીએ કોરોનાની પહેલી લહેરમાં પણ 12,000 જેટલી રાશન કીટોનું વિતરણ કરીને સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!