બનાસ નદીમાં નાહવા પડેલા કેટલકની લાશ મળી પણ કેટલાક હજુ લાપતા.

- Advertisement -
Share

બનાસ નદીમાં નાહવા પડેલા કેટલકની લાશ મળી પણ કેટલાક હજુ લાપતા.

  • છત્રાલાની નદીમાં ન્હાવા પડેલ આધેડ ડૂબાયો, અમીરગઢ કલેડી નદીમાં યુવક લપસી જતા નદીમાં ડૂબી જતાં મોત

  • બે લાશ મળી, 2 લાપત્તા

    કાંકરેજના ઉંબરી નજીક બનાસનદીના પાણીમાં બે ડૂબ્યા, એકની મોડી સાંજે લાશ મળી એક હજુ લાપતા

શુક્રવારે ડીસાના છત્રાલાની બનાસ નદીમાં ન્હાવા પડેલ આધેડ અને ઉંબરી નજીક કાકા ભત્રીજો ડૂબ્યા હતા. જેમાંથી ભત્રીજાની લાશ મળી છે. જ્યારે અમીરગઢ નજીક કાલેડી નદીમાં યુવકનો પગ લપસી જતાં પડી જતાં મોતને ભેટ્યા હતા. આમ બનાસનદીમાં 2 દિવસમાં 8 તણાયા છે જેમાં હજુ 5 લાપત્તા છે.

 

જૂનાડીસામાં ગુરુવારે ૩ ત્રણ યુવાનો ડૂબ્યા હતા. જેમની ગુરુવારે મોડી સાંજ સુધી શોધખોળ બાદ શુક્રવારે સવારથી જ દાંતીવાડા ડેમના 12 તરવૈયા દ્વારા એક હોડી લઇને સવારથી શોધખોળ કરવા છતાં યુવકોનો કોઇ પત્તો લાગ્યો નહતો. જ્યારે મોડી સાંજે એનડીઆરએફની ટીમ દ્વારા પણ શોધખોળ કરવા છતાં 30 કલાક ઉપરાંતનો સમય થયો છતાં કોઇ પત્તો લાગ્યો નથી.

 

દરમિયાન શુક્રવારે બનાસનદી ઉંબરી નજીક આવી પહોંચતાં પ્રવાહ જોવા તટ વિસ્તારના ખાડામાં કાકા ભત્રીજો ડુબ્યા હતા. જેમાં નરસીભાઈ જયંતીભાઇ ઘટાડ (ઉં.વ.આ.13) અને રવજીભાઈ મફાભાઇ ઘટાડ (ઉં.વ.આ.33) (બંને રહે.ઉંબરી,તા.કાંકરેજ) પાણીમાં સ્થાનિક તરવૈયા મારફતે શોધખોળ હાથ ધરાઇ હતી તેમ છતાં કોઇ પતો લાગ્યો નહતો.

 

ડીસાના છત્રાલાના અમરતગીરી મફતગીરી ગૌસ્વામી (ઉં.વ.55) જેઓ શુક્રવારના બપોરના સુમારે છત્રાલા ગામ નજીક બનાસ નદીમાં ન્હાવા પડતા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ગામના સરપંચ, ભીલડી પોલીસ અને ડીસા ડી.ડી.ઓ. સહિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તરવૈયાઓ દ્વારા તાત્કાલિક દોડી આવી મોડી સાંજ સુધી શોધખોળ કરવા છતાં પત્તો લાગ્યો નહતો.અમીરગઢના સવનિયાના જીતુભાઈ બાબુભાઈ કરંગવા શુક્રવારે બપોરેે બનાસનદીના પટ એવા કાલેડી નદીનજીક પગ લપસી જતા તેઓ નદીમાં પડી ગયા હતા. બહાર કાઢી પાલનપુર સિવિલ લઈ જતાં મોત થયું હતું.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!