બનાસકાંઠા માં પોસ્ટ ઓફિસના મેનેજરને ઉચાપત કેસમાં ત્રણ વર્ષની સજા પડી

- Advertisement -
Share

  • પાલનપુરના જસલેણી પોસ્ટ ઓફિસના બ્રાંચ મેનેજરે આઠ વર્ષ અગાઉ પોતાની ફરજ દરમિયાન ગ્રાહકોના નાણાં જમા ન કરાવી ઉચાપત કરી હતી. આ કેસ પાલનપુરની બીજી એડીશનલ ચીફ જયુડિશિયલ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશે ત્રણ વર્ષની સજા અને રૂ. 10 હજારના દંડનો હુકમ કર્યો હતો.

જસલેણી ગામે આવેલી પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવનાર બ્રાંચ મેનેજર છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર તાલુકાના હુડ (કોબીયારી) ગામના વિક્રમભાઇ હીરાભાઇ રાઠવાએ તેમના તારીખ 1/1/2013 થી 15/11/2013 દરમિયાનના સમયગાળામાં ગ્રાહકોના રૂપિયા 12090 જુદી જુદી તારીખે સ્વિકાર્યા હતા.

જે નાણાં ખાતેદારની ચોપડીમાં જમા નોંધી પોતાની સહીઓ કરી હતી. પરંતુ પોસ્ટ ખાતામાં રકમ જમા ન કરાવી અંગત ખર્ચમાં વાપરી ઉચાપત કરી હતી. આ કેસ સોમવારે પાલનપુરની બીજી એડીશનલ ચીફ જયુડીશીયલ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ ગૌરવકુમાર સોમભાઇ દરજીએ સરકારી વકીલ વી. આર. પટેલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી વિક્રમ રાઠવાને ક્રિ. પ્રો. કો. ક. 248 (2), ઇ. પી. કો. ક. 409માં ત્રણ વર્ષની સખ્ત કેદની સજા અને રૂપિયા 10 હજારના દંડ અને જો આરોપી દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હૂકમ કર્યો હતો.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!