ડીસાના આસેડા ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે ટકરાતા અકસ્માત સર્જાયો

- Advertisement -
Share

ડીસા તાલુકાના આસેડા ગામ નજીક બે મોટર સાઇકલ સામ સામે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને મોટર સાયકલ સવારને ઇજાઓ થવા પામી હતી. જો કે, એક મોટર સાઇકલ સવારનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

 

 

 

 

આ અંગેની વિગત જોઇએ તો, જિલ્લામાં માર્ગ અકસ્માતોના બનાવોમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. જ્યારે ડીસા તાલુકાના આસેડા ગામ નજીક આસેડા ગામના મદારજી મસાજી ઠાકોર ગામમાંથી તેમના ખેતર તરફ જઇ રહ્યા હતાં.

 

 

 

 

જ્યારે આસેડા ગામના જ કીરણભાઇ બાબરજી ઠાકોર તેમના ખેતરથી ગામ તરફ આવી રહ્યા હતાં. ત્યારે બંન્ને મોટર સાઇકલ સામ સામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંન્ને મોટર સાઇકલ સવારોને ઇજાઓ થતાં આસપાસના લોકોએ તાત્કાલીક સારવાર અર્થે ડીસાની ભણસાળી હોસ્પિટલમાં ખસેડયા હતાં. જ્યારે મદારજીને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!