કોરોના કાળ વચ્ચે નર્મદા જીલ્લાના ડોક્ટર સામે ૩૭ માનવવધનો ગુનો નોધાયો.
નર્મદા જિલ્લામાં કોરોનાની મહામારી ચાલી રહી છે, રાજપીપળા સ્ટેશન રોડ ઉપર રાજપીપળા પબ્લિક હોસ્પિટલમાં ડોક્ટર હરેશ ઉર્ફે ભાવિક લાલજીભાઇ કુકડીયા સામે અગાઉ પણ અનેક ફરિયાદો થઇ હતી. તેની સામે વધુ એક પોલીસ ફરિયાદ રાજપીપલા પોલીસ મથકમાં નોંધાઇ છે. જેમાં ડો. ભાવેશ ઉર્ફે ભાવિક લાલજીભાઇ કુકડીયા એ છેલ્લા 3 વર્ષમાં આ હોસ્પિટલમાં 2૦૦થી વધુ દર્દીઓની સારવાર કરી તેમના આરોગ્ય સાથે ચેડાં કર્યા છે. સારવારમાં કુલ 37 દર્દીઓના મોત નિપજાવ્યા હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
3 વર્ષમાં આ હોસ્પિટલમાં 2૦૦થી વધુ દર્દીઓની સારવાર કરી
સરકાર તરફે ઇશ્વર રામાભાઇ દેસાઇ (પી.એસ.આઇ. રાજપીપળા) (રહે. જીતનગર પોલીસ લાઇન) એ આરોપી ભાવેશ ઉર્ફે ભાવિક કુકડીયા (રહે. સી-૪૫ વેદાંત રેસિડેન્સી, ભારત પેટ્રોલ પંપની પાછળ, વડોદરા મૂળ રહે, પીથલપુર ગામ તા.પાલિતાણા જિ. ભાવનગર) સામે ફરિયાદ કરી છે.
માનવ વધનો ગુનો નોંધાયો
આરોપી ભાવેશ જેઓ મેડિકલ ડિગ્રી તેમજ મેડિકલ પ્રેક્ટિસ કરવા માટેના સર્ટિફિકેટ ખોટા અને બનાવટી હોવા છતાં પોતાના આર્થિક ફાયદા માટે રાજપીપળા સ્ટેશનરોડ, કોર્ટ બાજુમાં, આવેલા પબ્લિક હોસ્પિટલ વર્ષ 2૦18થી લઇ તા.2૦-1-21 પહેલા ચલાવતાં હતા. ને ત્યાં દર્દીઓની સારવાર કરવાથી જિંદગી જોખમમાં રહેશે તેમજ સારવાર દરમિયાન દર્દીઓના મોત થવાનો પૂરી સંભાવના અને જાણકારી હોવા છતાં ડોક્ટર હોસ્પિટલમાં આશરે 2૦૦ જેટલા દર્દીઓની સારવાર કરી તેઓની જિંદગી સાથે ચેડા કર્યા હતા.
સારવાર દરમિયાન તેઓની હોસ્પિલટમાં કુલ 37 દર્દીઓના મોત થયા હતા. આ ગુનાઇત મનુષ્ય વધનો ગુનો તેની સામે નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ડોક્ટર સામે વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પણ મેડિકલનો બોગસ ગુનો દાખલ થયો હતો.