સૂઇગામમાં યુવકે વોટ્‌સપ ગૃપમાંથી શખ્સનું નામ ડીલીટ કરતાં લોખંડના સળીયાથી હુમલો કરતાં ચકચાર

- Advertisement -
Share

 

વાવ તાલુકાના રાધાનેસડા ગામના વશરામભાઇ પાંચાભાઇ રબારી સોલર પ્લાન્ટમાં સિક્યુરીટી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. જે રવિવારના નોકરી પર હાજર હતા.

 

તે દરમિયાન વાવના કુંડાળીયા ગામના વિપુલભાઇ રાજપૂત મળ્યા હતા અને કહેવા લાગ્યા કે, અમારા ગામના માણસોનું નામ લખી નાખજે ત્યારે વશરામભાઇ જણાવ્યું હતું કે, નોકરી આવ્યા વગર હું કેવી રીતે નામ લખું તેમ કહેતાં બંને વચ્ચે તકરાર થઇ હતી.

 

જેથી વશરામભાઇએ કંપનીના વોટ્‌સપ ગૃપમાંથી વિપુલભાઇને કાઢી નાખ્યા હતા. ત્યારબાદ વિપુલભાઇ વશરામભાઇને ફોન કરી જણાવ્યું હતું કે, તે મને કેમ ગૃપમાંથી કાઢી નાખ્યો છે.

 

તેમ કહી જેમ તેમ બોલવા લાગ્યા હતા અને રાત્રે વશરામભાઇ ડયુટી પર જવા નીકળ્યા હતા. ત્યારે રાધાનેસડાની નિશાળ નજીક પહોંચતા વિપુલભાઇ રાજપૂત પોતાના હાથમાં લોખંડનો સળીયો લઇ ઉભા રહી વશરામભાઇને લોખંડનો સળીયો મારવા લાગ્યા હતા અને ગડદાપાટુનો માર માર્યો હતો.

 

જેથી નજીકમાંથી અન્ય લોકો દોડી આવી વધુ મારમાંથી છોડાવ્યા હતા અને કહેવા લાગ્યો કે, ફરીથી મળ્યો છે તો મારા બાઇક સાથે ઉડાડી દઇશ એવી ધમકી આપતાં વશરામભાઇ પાંચાભાઇ રબારી સૂઇગામ પોલીસ મથકે મહેશભાઇ દશરથભાઇ રાજપૂત (રહે. બુકણા, તા. વાવ) અને વિપુલભાઇ ડામરાભાઇ રાજપૂત (રહે. કુંડાળીયા, તા. વાવ) સામે ફરિયાદ નોંધાવી હતી.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!