બનાસકાંઠાના વાવના ચાંદરવા ગામમાં પશુઓને ઝેરી અસર થતા 24 ગાયોના મોત

- Advertisement -
Share

ચંદરવા ગામે રહેતા રામજીભાઈ રબારી પશુપાલનનો વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

 

તેમના વાડામાં 35 જેટલા પશુઓ બાંધેલા હતા. જે પૈકી 24 પશુઓના મોત થતાં પશુપાલક ઉપર આભ તૂટી પડ્યું હતું.

 

  • તાત્કાલિક સારવાર શરૂ કરતાં 10 જેટલા પશુઓને બચાવી લેવામાં આવ્યા
  • ખોરાકી ઝેરની અસરથી 24 ગાયોના મોતથી પશુપાલકને લાખ્ખોનું નુકસાન

 

બનાસકાંઠા જિલ્લામાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે. વધતા કોરોના સંક્રમણને કારણે જિલ્લાના અનેક શહેરો અને ગામો સ્વયંભૂ બંધ પાળવામાં આવી રહ્યા છે જેમાં સરહદી વિસ્તારમાં આજે કોરોનાના કપરા સમયમાં ચાંદરવા ગામના એક પશુપાલકની 24 ગાયોને ખોરાકની ઝેરી અસરથી મોત થયા હોવાની ઘટના સામે આવી છે

 

 

35 જેવા પશુઓને લઈ ચારવા જતા રસ્તામાં ઝેરી ખોરાકની અસર થઇ

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ તાલુકાના ચંદરવા ગામે રહેતા રામજીભાઈ રબારી પશુપાલનનો વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જે દરમિયાન આજે 35 જેવા પશુઓને લઈ ચારવા જતા રસ્તામાં ઝેરી ખોરાક ખાવામાં આવી જતા 24 ગાયોના મોત નિપજ્યા હતા. પશુપાલક ઈવા રામજીભાઈ રબારીને લાખોનું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું હતું.

 

 

ગ્રામજનો અને જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ
રામજીભાઈ રબારી જણાવ્યા મુજબ હંમેશાની જેમ આજે પણ હું મારા 35 જેવા પશુઓને લઈ ચારવા જતા રસ્તામાં ઝેરી ખોરાક પશુઓને ખાવાથી 24 જેવા ગાયોના કરુણ મોત થયા હતા. વેટરનરી વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. તાત્કાલિક સારવાર શરૂ કરતાં 10 જેટલા પશુઓને બચાવી લેવામાં આવ્યા છે. વધુમાં રામજીભાઈ રબારી જણાવી છે કે લાખોનું નુકસાન વારો ભોગવવાનો વારો આવ્યો છે. સરકાર આવા કપરા સમયમાં સહાય કરે તેવી આશા વ્યક્ત કરી હતી. બનાવને પગલે આજુબાજુના ગ્રામજનો અને જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!