ભાભરના એક ગામે નવી બનેલી પ્રાથમિક શાળામાં તિરાડો પડી : ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરની પોલ ખોલી

- Advertisement -
Share

ભાભર તાલુકાના ભોડાલીયા ગામમાં નવિન બનેલી પ્રાથમિક શાળામાં પ્રથમ વરસાદે તિરાડો પડતાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે. જેમાં કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તવાળી વસ્તુઓનો ઉપયોગ કરી બાંધકામ કર્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જેમાં શાળાના કામમાં ગેરરીતી આચરી કોન્ટ્રાક્ટરની પોલ ખોલી નાખી છે.

જેથી એક જાગૃત નાગરીક દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઇ છે. જેથી આવા ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટર સામે યોગ્ય તપાસ કરી કડકમાં કડક પગલાં ભરાઇ તેવી ગ્રામજનોની માંગ કરાઇ છે. ભોડાલીયા પ્રાથમિક શાળામાં કોન્ટ્રાક્ટરે બાંધકામમાં ગેરરીતી કરી હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યાં છે.

 

 

 

 

બનાસકાંઠા જીલ્લામાં ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવી શિક્ષણ માટે નવિન શાળાઓ બનાવી આપે છે. ત્યારે શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા નવિન શાળાઓ બનાવવા કોન્ટ્રાક્ટરોને કામ સોંપતી હોય છે. પરંતુ આવા કોન્ટ્રાક્ટર બાબુઓ ભ્રષ્ટાચાર આચરી મોટું કૌભાંડ આચરી રહ્યા છે. નવિન બનેલી શાળા શરૂ થાય તે પૂર્વે જ જર્જરીત હાલતમાં થઇ હોવાનું સાબિત થઇ રહ્યું છે.

 

 

 

 

ત્યારે ભાભર તાલુકાના ભોડાલીયા ગામમાં નવિન બનેલી પ્રાથમિક શાળામાં પ્રથમ વરસાદે તિરાડો પડતાં કોન્ટ્રાક્ટરે નવિન પ્રાથમિક શાળાના બાંધકામમાં ગેરરીતી આચરી હોવાનું બહાર આવ્યું છે. જેમાં કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તવાળી વસ્તુઓનો ઉપયોગ કરી બાંધકામ કર્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જેમાં માત્ર પ્રથમ સામાન્ય વરસાદમાં નવિન પ્રાથમિક શાળામાં તિરાડો પડી ગઇ છે.

જેથી કોન્ટ્રાક્ટરે કઇ રીતે બાંધકામ કર્યું તે સાબિત થયું હોવાનું જણાઇ આવે છે. જેમાં શાળાના કામમાં ગેરરીતી આચરી કોન્ટ્રાક્ટરની પોલ ખોલી નાખી છે. જેથી એક જાગૃત નાગરીક દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઇ છે. જેથી આવા ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટર સામે યોગ્ય તપાસ કરી કડકમાં કડક પગલાં ભરાઇ તેવી ગ્રામજનોએ આક્રોશ સાથે માંગ કરી છે. ભોડાલીયા પ્રાથમિક શાળામાં કોન્ટ્રાક્ટરે બાંધકામમાં ગેરરીતી કરી હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યાં છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!