પાલનપુરમાં મીની લોકડાઉન હોવા છતા ખાનગી શોપિંગ મોલ ખુલ્લો રાખી વેપાર કરતા ત્રણ સામે કાર્યવાહી

- Advertisement -
Share

બનાસકાંઠાના પાલનપુરમાં મીની લોકડાઉન હોવા છતાં પણ ખાનગી શોપિંગ મોલ ખુલ્લો રાખી વેપાર કરતા હોવાની ઘટના સામે આવી છે જે મામલે પોલીસે તાત્કાલિક મોલને બંધ કરાવી મેનેજર સહિત ત્રણની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

 

 

બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની રાફડો ફાટયો છે જેમાં ખાસ કરીને પાલનપુર શહેર અત્યારે હોટ સ્પોટ વિસ્તાર બની ગયું છે અને રોજેરોજ 80થી 100 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ માત્ર પાલનપુરમાં જ નોંધાઈ રહ્યા છે તેવામાં કોરોના સંક્રમણની ચેન તોડવા જિલ્લા કલેકટર દ્વારા આગામી 5 તારીખ સુધી મીનીલોકડાઉન જાહેર કરાયું છે અને તમામ ધંધા-રોજગાર બંધ રાખવા કડક સૂચના આપવામાં આવી છે.

 

 

 

 

તેમ છતાં પણ હાઈવે પર આવેલ ઓશિયા શોપિંગ મોલના સંચાલકો જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરી વેપાર કરી રહ્યા હતા જે બાબત ધ્યાને આવતા જ પાલનપુર પોલીસ તાત્કાલિક મોલ ખાતે પહોંચી હતી.

 

 

 

જ્યાં અનેક ગ્રાહકો ખરીદી કરતા હોવાનું જણાતાં તરત જ મોલ ને બંધ કરાવ્યો હતો અને મેનેજર સહિત ત્રણ લોકોની અટકાયત કરી તેની સામે કાર્યવાહી હાથ ધરી છે આ બાબતે મોલના મેનેજરને પૂછતા તેને લોકડાઉન અંગે કંઈ જ ખબર ન હોવાનું જણાવી બચવાનો પ્રયાસ કર્યો હતો.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!