પાલનપુરમાં ટી.આર.બી. જવાને ખાડા પૂરતાં લોકોએ પ્રસંશા કરી : વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો

- Advertisement -
Share

રાત્રિના વાહનચાલકોને અચાનક ખાડાઓ ન દેખાય તો અકસ્માત સર્જાય અને અકસ્માત ન સર્જાય તે હેતુથી ટી.આર.બી. જવાન નાના પથ્થરોથી ખાડા પૂર્યાં

 

પાલનપુર એરોમા સર્કલ નજીક એક ટી.આર.બી. જવાનનો વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થઇ રહ્યો છે.

જેમાં ટી.આર.બી. જવાન હાઇવે પર પડેલા વરસાદના કારણે ખાડાઓમાં પથ્થરો નાખીને ખાડાઓ પૂરવાનો પ્રયત્ન કરી રહ્યો છે.
સ્થાનિક યુવકની મદદ લઇ ટી.આર.બી. જવાન રોડ વચ્ચે પડેલા ખાડાઓ પુરી અકસ્માત અટકાવવાના પ્રયાસો કરતાંનો વિડીયો હાલ સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે.

બનાસકાંઠા જીલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં નેશનલ હાઇવે ઉપર રસ્તા વચ્ચે મસમોટા ખાડા પડવાના કારણે વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.
જેમાં વહીવટી તંત્રની આળસના કારણે હાઇવે ઉપરથી પસાર થતાં વાહનચાલકોને પણ મોટી મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.
જેમાં શુક્રવારે બનાસકાંઠા જીલ્લાનો એક ટી.આર.બી. જવાન હાઇવે ઉપર સ્થાનિક યુવકની મદદ લઇ ખાડા પુરવાનો વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે.
પાલનપુર એરોમા સર્કલ નજીક હાઇવે રોડ પર ખાડા પડી જવાના કારણે મોટા પ્રમાણમાં વાહનો નીકળતાં હોય છે. જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવી પડતી હોય છે.
જેને ધ્યાને લઇ સ્થાનિક ટી.આર.બી. જવાન અને એક યુવક બંને સાથે મળી ખાડાઓમાં પથ્થરો નાખી ખાડાઓ પુરી રહ્યા છે.
રાત્રિના વાહનચાલકોને અચાનક ખાડાઓ ન દેખાય તો અકસ્માત સર્જાય અને અકસ્માત ન સર્જાય તે હેતુથી ટી.આર.બી. જવાન નાના પથ્થરોથી ખાડા પૂર્યાં હતા.
જોકે, સ્થાનિક યુવકની મદદ લઇ ટી.આર.બી. જવાને હાઇવે પર અકસ્માત અટકાવવાના પ્રયાસો કર્યાં છે. જેનો વિડીયો લોકો સોશિયલ મીડીયા પર જોઇ ટી.આર.બી. જવાનની વાહ વાહ કરી રહ્યા છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!