પાલનપુરમાં આમ આદમી પાર્ટી દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

સરકારે ગરબા પર 18 ટકા જી.એસ.ટી. લગાવતાં વિરોધ નોંધાવ્યો

 

હીન્દુનો મોટો તહેવાર મનાતા નવરાત્રિ પર ગરબાનું આયોજન થતું હોય છે અને સરકારે ગરબા પર 18 ટકા જી.એસ.ટી. લાવતાં આમ આદમી પાર્ટી દ્વારા સરકાર સામે વિરોધ દર્શાવી ગરબા પરથી જી.એસ.ટી. પાછું ખેચવા ઉગ્ર રજૂઆત કરાઇ છે.
ત્યારે બુધવારે બનાસકાંઠા જીલ્લાના જીલ્લા મથક ગણાતા પાલનપુરમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોએ સરકાર સામે વિરોધ નોંધાવી સરકારે ગરબા પર લગાવેલ 18 ટકા જી.એસ.ટી. પાછું
ખેંચવાની માંગ સાથે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.
દિવસેને દિવસે ગુજરાતમાં મોંઘવારી વધી રહી છે. ત્યારે તાજેતરમાં સરકારે ગોળ અને લોટ સહીતની ખાદ્ય ચીજવસ્તુઓ પર જી.એસ.ટી. લગાવતા મધ્ય વર્ગ અને ગરીબ લોકો ભારે મુશ્કેલીમાં મૂકાયા છે.
ત્યારે ફરી સરકાર દ્વારા હીન્દુઓનો પવિત્ર તહેવાર ગણાતો નવરાત્રિમાં મોટાભાગે ગરબાનું આયોજન થતું હોય છે અને સરકારે આ ગરબા પર 18 ટકા જી.એસ.ટી. લગાવતાં આમ આદમી પાર્ટી તેનો વિરોધ નોંધાવી જી.એસ.ટી. પાછો ખેંચવા ઉગ્ર રજૂઆત કરી છે.
ત્યારે બનાસકાંઠા જીલ્લાના જીલ્લા મથક પાલનપુરમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવા બસ સ્ટેન્ડ નજીક સરકાર સામે સૂત્રોચ્ચાર કરી હાથમાં અલગ-અલગ સૂત્રોચ્ચારના બેનરો લઇ રેલી યોજી હતી.
આમાંથી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારોએ રેલી યોજી સરકાર સામે સૂત્રોચ્ચાર કરી જીલ્લા કલેકટર આનંદ પટેલને આવેદનપત્ર આપી ગરબા પરથી જી.એસ.ટી. પાછો ખેંચવા ઉગ્ર રજૂઆત કરી હતી.
આ પ્રસંગે જીલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ ડો. રમેશભાઇ પટેલ અને પ્રદેશ લીગલ સેલ રમેશભાઇ નાભાણી સહીત જીલ્લાભરમાંથી આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!