થરાદમાં કાર ચાલકે અચાનક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ સાઈડમાં જઈ ખાબકી

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લામાં થરાદ પાસે આવેલા વામી ગામ પાસે રોડ પર જઈ રહેલી કારના ચાલકે અચાનક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ફંગોળાઈને રોડની સાઈડમાં ખાબકી હતી. બનાવના પગલે રાહદારીઓ તેમજ આજુબાજુના લોકોના ટોળેટોળા દોડી આવ્યા હતા અને ગાડીમાં સવાર પિતા પુત્રીને બહાર નીકાળી સારવાર માટે ખસેડી રાહત કામગીરી શરૂ કરી હતી.

 

થરાદના વામી પાટીયા પાસે રામપુરા રોડ પર જઈ રહેલા કાર ચાલકે સ્ટેરીંગ પરથી અચાનક કાબુ ગુમાવતા ગાડી ફંગોળાઈ જઈને રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી.

 

 

 

ગાડીમાં સવાર પિતા પુત્રી ફસાઈ જતા સ્થાનિક લોકો દ્વારા બંનેને બહાર નીકળવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે પિતા પુત્રીને નાની-મોટી ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જોકે, સદનસીબે મોટી જાનહાની ટળી હતી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!