ડીસામા ચેક રિટર્ન મામલે છ માસ ની સજા ફટકારતી ડીસા કોર્ટ

- Advertisement -
Share

ડીસા કોર્ટે ચેક રિટર્ન મામલે છ માસની સજા નો હુકમ કર્યો તેમજ આપવાની બાકી રકમના રૂપિયા પણ ચૂકવી આપવાનો હુકમ કર્યો છે

ડીસા ના રાણપુર આથમણાં વાસ ખાતે રહેતા કનેયાલાલ રાવતાજી ગેલોત બટાકા નો વ્યવસાય કરે છે અને તેઓ કુળદેવી કોલ્ડ સ્ટોરેજ પણ ધરાવે છે જોકે તેમના કૌટુંબિક ભાઈ એવા જયેશકુમાર હકમાંજી ગેલોતે તેમની પાસે થી રૂપિયા 63830/- ના બટાકા કોલ્ડ સ્ટોરેજ માંથી ખરીદી કરેલ અને આ રકમ 15 દિવસ માં ચુંકવવાનો વાયદો કરેલ જેથી પંદર દિવસ બાદ કનેયાલાલ દ્વારા આ રૂપિયાની ઉઘરાણી કરતા જયેશકુમારે તારીખ 20/09/2019 ના રોજ મહિન્દ્રા બેન્ક ડીસા સાખાનો ચેક નમ્બર 000319 નો આપેલો જોકે આ ચેક બેન્ક માં બેલેન્સ ના હોવાના કારણે રિટર્ન થતા આ બાબતે કનેયાલાલે તેમના પક્ષે એડવોકેટ તરીકે એચ.ડી. કચ્છવાને પોતાના વકીલ તરીકે રોકી કોર્ટ દ્વારા જયેશભાઇને નોટિસ પણ આપેલી તેમ છતાં પણ જયેશભાઇએ રૂપિયાના આપતા આ બાબતે કનેયાલાલ દ્વારા ડીસા કોર્ટ માં નેગોસીયલ ઇન્સ્ટમેન્ટ કલમ 138 મુજબ કેસ કરેલો જે કેસ ડીસા કોર્ટેમાં ફરિયાદીની વકીલ એચ.ડી.કચ્છવાની ધારધાર દલીલો કરી હતી.
જેમાં ડીસા કોર્ટે તારીખ 06/04/2022 ના રોજ તેનો ચુકાદો આપતા આરોપી જયેશકુમાર હકમાજી ગેલોતને ક્રિમિનલ પ્રોસીઝર કોડ ની કલમ ૨૫૫ મુજબ કસૂરવાર ઠેરવીને છ માસની કેદ ની સજા નો હુકમ કરેલ જેમાં આરોપીએ કેસ દરમિયાન ફરિયાદીને રૂ.15000/- ચૂકવેલ હતા અને બાકીની રકમ ચુકવવામાં નિષ્ફળ જતા 45000/- વળતર તરીકે કનેયાલાલને પરત ચૂકવી દેવાનો આદેશ કરેલ જો તેમ ના કરેતો વધુ એક માસ ની સાદી કેદ ની સજા નો પણ હુકમ કરેલ છે

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!