દાંતાના અંતરીયાળ ખેરાની ઉંબરીમાં વેરવિખેર પ્રાચીન અવશેષો મળ્યા

- Advertisement -
Share

 

દાંતા તાલુકાના આદિવાસી વિસ્તારના ખેરોની ઉંબરીમાં વેરવિખેર પડેલા પ્રાચીન અવશેષો સદીઓ પુરાણી સંસ્કૃતિની ગવાહી પુરી રહ્યા છે. જો કે, આ બાબતે પુરાતત્વ વિભાગ દ્વારા સંશોધન હાથ ધરવાની પણ માંગ ઉઠી છે.

 

 

બનાસકાંઠાના મહત્તમ આદિવાસી વસતી અને જંગલ વિસ્તાર ધરાવતા દાંતા તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં ખેરાની ઉંબરી ગામ આવેલું છે.

 

આ ગામ દાંતાના રજવાડાના સમયનું વસેલું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. ત્યારે ખેરોની ઉંબરી ગામ વિસ્તારમાં અનેક પ્રાચીન અવશેષો વેરવિખેર પડેલા નજરે પડી રહ્યા છે.

 

આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ‘તેઓના દાદા-પડદાદાના વખતથી આ અવશેષો પડેલા છે. જો કે, જાણકારોના મત મુજબ વેરવિખેર પડેલ મૂર્તિઓ જોતા કાંતો પૌરાણિક મંદિર કા પછી તે સમયના સુરાઓના પાળીયા હોવાનું જણાઇ રહ્યું છે.

 

એટલું જ નહી મૂર્તિઓની કોતરણી અને નક્શી કામ જોતાં પાંચમી સદીથી માંડી સાતમી સદીની હોવાનું જણાઇ રહ્યું છે. ત્યારે પુરાતત્વ વિભાગ દ્વારા આ દિશામાં સંશોધન હાથ ધરવામાં આવે તો પ્રાચીન સંસ્કૃતિનો વારસો બહાર આવે તેવી પ્રબળ આશંકા જણાઇ રહી છે.’

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!