હાથીદ્રા ગામમાં LCB પોલીસે હાથ બનાવટની દેશી તમંચો(કટ્ટા) સાથે એક શખ્સને ઝડપ્યો

Share

પાલનપુર તાલુકાના હાથીદ્રા ગામમાં શનિવારે એલ.સી.બી. પોલીસના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હાથીદ્રા ગામમાં એક શખ્સ ફોટમાં હાથ બનાવટની દેશી તમંચો(કટ્ટો) રાખીને ફરે છે અને માલણ રોડ તરફ જનાર છે. જે બાતમીના આધારે હાથીદ્રાથી માલણ રોડ પાસે વોચમાં હતા. તે દરમિયાન શખ્સને ઝડપી પાડ્યો હતો. આ અંગે પાલનપુર તાલુકા પોલીસે આર્મ એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

[google_ad]

Advt

આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર તાલુકાના હાથીદ્રા ગામમાં શનિવારે એલ.સી.બી. પોલીસના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે હાથીદ્રા ગામમાં એક શખ્સ શરીરે બ્લૂ કલરનો શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલ ફોટમાં હાથ બનાવટની દેશી તમંચો(કટ્ટો) રાખીને ફરે છે અને માલણ રોડ તરફ જનાર છે.

[google_ad]

જે બાતમીના આધારે હાથીદ્રાથી માલણ રોડ પાસે વોચમાં હતા. તે દરમિયાન શખ્સને ઝડપી પાડી શખ્સનું નામ ઠામ પૂછતો પોતે પોતાનું નામ પરેશકુમાર રેવાજી ગામેતી (ઠાકોર) (રહે. હાથીદ્રા, તા.પાલનપુર) વાળો હોવાનું જણાવ્યું હતું.

[google_ad]

 

શખ્સની અંગજડતી કરતાં ફોટમાંથી હાથ બનાવટની દેશી તમંચો (કટ્ટા) સાથે મળી આવ્યો હતો. શખ્સ પાસેથી પોલીસે હાથ બનાવટની દેશી તમંચો કિંમત રૂ. 10,000 અને મોબાઇલ નંગ-1 કિંમત રૂ.10,000 કુલ કિંમત રૂ.20,000ના મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ અંગે પાલનપુર તાલુકા પોલીસે શખ્સ સામે આર્મ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

 

From – Banaskantha Update


Share