ડીસામાં યુવક પર છરી વડે હુમલો કરતાં ચકચાર

- Advertisement -
Share

જાતિ વિશે ટીપ્પણી કરતાં ઠપકો આપતાં હુમલો કર્યો

 

ડીસાના રીજમેન્ટ વિસ્તારમાં જાતિ વિશે ટીપ્પણી કરતાં શખ્સને ઠપકો આપતાં તેણે છરી વડે યુવક પર હુમલો કરતાં ચકચાર મચી ગઇ હતી.
જયારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. આ અંગે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસાના રીજમેન્ટ વિસ્તારમાં રહેતાં અને રામાપીર મંદિર સામે રામદેવ પાર્લર ચલાવતા છગનલાલ મોરૂમલ રાજપૂત ગત રાત્રે પોતાના પાર્લર પર હતા.

તે દરમિયાન તેમના ભત્રીજાનો ફોન આવેલો કે, મારા પિતા હરેશભાઇને અલ્પેશ ઉર્ફે પીન્ટુ રમેશભાઇ ઠાકોરે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી.

 

જેથી તેઓ ત્યાં જતાં જાણવા મળેલ કે, હરેશભાઇ પાર્લર ઉપર દૂધ લેવા જતા હતા. ત્યારે અલ્પેશ ઉર્ફે પીન્ટુ ઠાકોરે હરેશભાઇને કહેલ કે,”તમે ક્યાં રાજપૂત છો તમે તો ગોલા છો” એમ કહી ઝઘડો કર્યો હતો અને પોતાની

 

પાસેની છરી કાઢી હરેશભાઇ ઉપર હુમલો કરતાં હરેશભાઇ બચવા જતાં હાથના ભાગે અને પગના ભાગે છરીના ઘા માર્યા હતા. જેથી હરેશભાઇને પુષ્કળ પ્રમાણમાં લોહી વહેવા લાગતાં તેઓને તાત્કાલીક સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

 

આ અંગે છગનભાઇ મોરૂમલ રાજપૂતે હુમલો કરનાર શખ્સ સામે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!