બુટલેગરોનું કોઈ નામ ન લે અને પોલીસના હપ્તા બંધ ન થાય તે માટે ખોટી ફરિયાદ કરાઈઃ ગેનીબેન ઠાકોર

- Advertisement -
Share

રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પણ મોટા પ્રમાણમાં રાજ્યમાં દારૂ ઘૂસાડવામાં આવે છે. દરરોજ મોટા પ્રમાણમાં દારૂ ઝડપાઈ છે. ત્યારે વાવનાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જનતા રેડ કરીને ભાભરથી કોતરવાડાની કેનાલ પાસેથી એક પીક-અપમાં મોટી માત્રામાં હેરાફેરી થતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો તેમજ સાથે બૂટલેગરને રંગેહાથે ઝડપી પાડ્યો હતો.

 

આ જનતા રેડમાં ગેનીબેન ઠાકોર સાથે આસપાસના યુવાનો પણ જોડાયા હતા. ત્યારે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની જનતા રેડમાં સામેલ બે લોકો સામે પોલીસે ધાડ અને લૂંટનો કેસ દાખલ કરતા ગેનીબેન ઠાકોરે અને ગુલાબસિંહ રાજપુત સાથે દિયોદર પોલીસ મથકે પહોંચીને તટસ્થ તપાસની માંગ કરી હતી.

આ અંગે ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, થરાદના ઠાકોર સમાજના પ્રમુખ પ્રધાનજી ઠાકોર અને વાવ જી.કે.ટી.એસના પ્રમુખ બલાભાઈ એમના ઉપર પોલીસ તંત્રએ બુટલેગરના કહેવા પ્રમાણે ખોટી એફઆઈઆર કરી છે. 16 તારીખે રાત્રે કેનાલ ઉપર આ લોકોએ જનતા રેડ કરીને દારૂ મોટા પ્રમાણમાં પકડેલો દારૂ દિયોદર પોલીસ સ્ટેશનના હદમાં હોવાથી એ સમયે હું ખુદ પણ હાજર હતી અને જે કાર્યવાહી કરવાની થતી હતી તે મે કરી હતી.

વધુમાં જણાવ્યું કે, મને પોલીસે કીધું કે, તમે ફરિયાદ બનજો અને આ જે છે એટલો બતાવજો એ પછી ગઈકાલ રાત્રે જે બુટલેગરના નામ મેં આપ્યા દારૂ પકડાયો એમાં કાર્યવાહી કરવાનાં બદલે બનાસકાંઠાના sp સૂચના પ્રમાણે નીચેના જે પણ તપાસ એજન્સીઓએ અમારા સમાજ પર દેશ ભાવ રાખીને ભવિષ્યમાં આ બૂટલેગરોની દારૂની પુરેપુરી સલામતી રહે બીજા કોઈ આવી જનતા રેડ ના પાડે એ ઉદ્દેશથી તેમજ કરોડો રૂપિયા બુટલેગરો પાસેથી લેતા હોવાથી આ કેસ કરવામાં આવ્ચાં છે. આ પ્રથમ વખત એવુ બન્યું છે કે જનતા રેડ પાડવા વાળા ઉપર એના પર ધાડ, લૂંટની ફરિયાદ થઇ હોઈ. અમે દિયોદર પોલીસ મથકે પહોંચીને તટસ્થ તપાસની માંગ કરી છે.

 

વધુમાં જણાવ્યું કે, આવા પ્રતિષ્ઠિત વક્તિઓ પર કે ગુનાનો એમના પર કોઈ દિવસ ક્રાઇમ થયેલો નથી એવા ધંધા સાથે સંકળાયેલા નથી આવા લોકો પર પોલીસ દુશનાવટ રાખીને ઉપરની કઈ રાજકીય બીજા સમાજના આગેવાનોના કહેવાથી ઠાકોર સમાજને આ રીતે ટાર્ગેટ કરીને આ કેસ કર્યો છે.

વધુમાં જણાવ્યું કે, વિધાનસભાની અંદર અમેં દારૂને લઈ 15 તારીખે કહીએ છીએ અને 16 તારીખે આટલી બધી દારૂની ગાડી નીકળે એનો અર્થ એ થયો કે, વિધાનસભાના ગૃહમાં ચર્ચા થઈ ગૃહ મંત્રીએ ખાત્રી આપી હતી કે આવું થતું હશે તો નહી થવા દઈએ અને અમે બનાસકાંઠા spને સૂચના આપીએ છીએ. જોકે, તેમછતાં એ જ દિવસે દારૂની ગાડીઓ નીકળે એટલે વિધાનસભામાં ગૃહ વિભાગનો જે વિષય છે તે અહિંના sp અને બુટલેગરોએ ગંભીરતાથી લીધો નથી. જે આ ઘટના પરથી સાબિત થાય છે.

 

બીજુ એવું નક્કી થાય છે કે આ ડ્રાંઇવરને તમે ક્યાં રાખ્યો તો એ જે મામલો છે તે તપાસ અધિકારીઓ નક્કી કરશે. એમ કહીએ છીએ મારી હાજરી હતી, ત્યાં સુધી ડ્રાંઇવર એમ કહેતો હતો કે બેન અમને જવાદો કાલે હોળી છે. અમારા પર બિનવારસી તરીકે કેસના કરે એટલા માટે અમે ડ્રાંઇવરને હાજર રાખ્યો હતો. ડ્રાંઇવરને કોઈ ઈજા થઈ નથી. પોલીસના કહેવાથી પોલીસ એને શીખવાડે કે તારે આવું બોલવાનું લાંબા સમય સુધી આ લોકો જેલમાં રાખી અને ભવિષ્યમાં કોઈ જનતા આગળ આવીને આ બુટલેગરો આગળ ના પડે અને પોલીસના હપ્તા બંદ ના થાય એટલા માટે એમનો આ પ્લાન છે. અમે જુકવાના નથી અને અમે બુટલેગરો સામે લડાઈ ચાલુ જ રાખશું. વિરુદ્ધ પક્ષ તરીકે અવાજ ઉઠાવાનો હોઈ ત્યાં પણ ઉઠાવીશુ.

 

આ અંગે થરાદ કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબ સિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વિધાનસભામાં ગેનીબેને પ્રશ્ન ઉઠાવ્યા પછી ઠાકોર સમાજના આગેવાનો દ્વારા કોતરવાડા પાસે જનતા રેડ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં દારૂ પકડવામાં આવ્યો હતો. ત્યારે પોલીસને બોલાવીને દારૂ અને ડ્રાંઇવરને સોંપવામાં આવ્યો હતો. ત્યારે કોઈ બનાવ એવો હતો નહી કે ડ્રાંઇવરને ઈજા પહોંચે. જે લોકો દારૂની રેડ કરે એના પર 3300 રૂપિયાની લૂંટનો ગુનો દાખલ થાઈ એ પણ દારૂ સાથે પકડાયાલા વ્યક્તિ ના કહેવા પ્રમાણે કેસ કરવામાં આવે.

 

વધુમાં જણાવ્યું કે, ઠાકોર સમાજના આગેવાનો પર ખોટી રીતે કેસ કરવામાં આવ્યાં છે. તેના વિરુદ્ધમાં અમે આજે dyspને મળ્યા છીએ છે. પ્રથમ વખત જોવા મળ્યુ છે કે દારૂ ચોરાયો છે એની તપાસ થઈ રહી છે, ખરેખર તો દારૂ ગુજરાતમાં કઈ રીતે આવે છે એની તપાસ થવી જોઈએ નહિ કે દારૂ ક્યાં ચોરાયો છે કોને પકડ્યો છે એના જે પકડનારા કોઈ વક્તિઓ પર આવી રીતે કેસ દાખલ કરવામાં આવશે તો આગામી સમયમાં કોઈ પણ બુટલેગરો સામે આવાજ ઉપાડી શકશે નહી. આજે dysp કીધું કે સાચી તપાસ થશે. જે નિર્દોષ લોકો છે એના પર એક્સન લેવામાં નહી આવે અને જો લેવામાં આવશે તો ઉગ્ર આંદોલન થશે જવાબદારી પોલીસ તંત્રની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!