ડીસાના ભોપાનગર નજીક રોડ પર બમ્પ મૂકવા લોકોની ઉગ્ર માંગ

- Advertisement -
Share

 

ડીસાના ભોપાનગર રોડ પર બમ્પ ન હોવાને લીધે વાહનો સ્પીડથી દોડતાં હોવાને કારણે વારંવાર માર્ગ અકસ્માતો સર્જાઇ રહ્યા છે. પરંતુ હાઇવે ઓથોરીટી દ્વારા બમ્પ ન મૂકાતાં એક વર્ષમાં અંદાજે 10 થી 15 વ્યક્તિઓ મોતને ભેટ્યા છે.

 

 

તાજેતરમાં જ 10 દિવસ અગાઉ પીકઅપ જીપડાલા ચાલકે પૂરપાટઝડપે દોડાવતાં 2 એક્ટીવા ચાલકને અડફેટે લેતાં એક ભીલડીના યુવકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું કરૂણ મોત નિપજ્યું હતું.

 

જ્યારે 3 વ્યક્તિઓ ઘાયલ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ માર્ગ પર બહુચર માતાજીનું મંદિર અને કુબા મસ્જિદ આવેલ હોવાથી રોડ ઓળગીને ધર્મપ્રેમીઓ મંદિરમાં દર્શન અર્થે અને મુસ્લિમો બિરાદરોને નમાઝ પઢવા રોડ ઓળગીને જવું પડે છે.

 

જયારે બમ્પ ન હોવાને લીધે વાહનચાલકો બેફામ રીતે પૂરપાટઝડપે વાહનો હંકારે છે. ત્યારે તાત્કાલીક ધોરણે હાઇવે ઓથોરિટી દ્વારા સ્પીડ બ્રેકર બનાવી અકસ્માતો અટકાવે તેવી લોકોની ઉગ્ર માંગ છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!