પાટણના સમી હાઇવે પર ટ્રેલર પંચરની દુકાનમાં ઘૂસી જતાં એક વ્યક્તિનું મોત

- Advertisement -
Share

ટ્રેલર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયો

 

પાટણ જીલ્લાના હાઇવે માર્ગો પર પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહનો લઇને નીકળતાં વાહન ચાલકો દ્વારા અવાર-નવાર નાના-મોટા માર્ગ અકસ્માતમાં બનાવો સર્જાતાં હોય છે.
ત્યારે શુક્રવારના રોજ વહેલી સવારે પાટણ જીલ્લાના સમી હાઇવે માર્ગ પરથી પસાર થતાં ટ્રેલર ચાલકે અગમ્ય કારણોસર ટ્રેલર ટાયર પંચરની દુકાનમાં ઘૂસાડી દેતાં ટ્રેલર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે ટ્રેલરના કેબીન પાછળ આરામ કરતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત એવી છે કે, પાટણ જીલ્લાના સમી હાઇવે માર્ગ પરથી શુક્રવારની વહેલી સવારે પસાર થઇ રહેલ એક ટ્રેલર ચાલકે અગમ્ય કારણોસર પોતાનું ટ્રેલર હાઇવે માર્ગ પર આવેલ અનંત પેટ્રોલિયમ
પંપ નજીકની ટાયર પંચરની દુકાનમાં ઘૂસાડી દેતાં અફડા-તફડી મચી ગઇ હતી. આ અકસ્માત સર્જાયો હોવાની જાણ સમી 108 એમ્બ્યુલન્સ વાન ટીમના ઇ.એમ.ટી. મહેશ ઠાકોર અને પાઇલોટ સન્ની પરમારને
થતાં તેઓએ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી આવી લોકલ માણસોની મદદથી ટ્રેલર ચાલક બ્રિજેશ યાદવને મહામુસીબતે ટ્રેલરમાંથી બહાર કાઢ્યો હતો અને તેને માથા અને હાથના ભાગે ગંભીર ઇજાઓ થઇ હોવાનું
જણાતાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યારે ટ્રેલરની ડ્રાઇવર સીટની પાછળની સીટમાં આરામ કરી રહેલા વિકાસ નામના વ્યક્તિનું ગંભીર ઇજાઓના કારણે મોત
નિપજ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસે ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!