ડીસાના આખોલ ચાર રસ્તા નજીક જીપડાલા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો : 1 માસની સારવાર બાદ માલગઢના આશાસ્પદ યુવકનું મોત

- Advertisement -
Share

આશાસ્પદ યુવકની અંતિમ યાત્રામાં ગામ હીબકે ચઢ્યું

 

ડીસાના આખોલ ચાર રસ્તા નજીક જીપડાલાના ચાલકે બાઇકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક ચાલક આશાસ્પદ યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને 108 વાન એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
જયારે આશાસ્પદ યુવકની તબિયત વધારે નાજુક જણાતાં સારવાર અર્થે મહેસાણા વાઇબ્રન્ટ હોસ્પિટલમાં રીફર કર્યો હતો. જોકે, 1 માસની સારવાર બાદ આશાસ્પદ યુવકનું મોત નિપજ્યું હતું. જયારે આશાસ્પદ યુવકની અંતિમ યાત્રામાં ગામ હીબકે ચઢ્યું હતું.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના માલગઢ ગામની કુડાવાળી ઢાંણીમાં રહેતો મુકેશકુમાર અશોકજી ગેલોત (માળી) (ઉં.વ.આ. 22) પોતાનું બાઇક લઇને ડીસા તરફ આવી રહ્યો હતો.
તે સમયે પૂરપાટઝડપે ઝડપી આવી રહેલા જીપડાલા નં. RJ-38-GA-1471 ના ચાલકે બાઇકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક ચાલક મુકેશ રોડ પર પટકાતાં અનેક ગંભીર ઇજાઓ પહોંચતાં તે લોહી લુહાણ હાલતમાં થઇ ગયો હતો.

આ બનાવને પગલે આજુબાજુના લોકોએ જાણ કરતાં 108 વાન એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
જોકે, ઇજાગ્રસ્ત આશાસ્પદ યુવકની તબિયત વધારે નાજુક જણાતાં તેને વધુ સારવાર અર્થે મહેસાણા વાઇબ્રન્ટ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે, 1 માસની સારવાર બાદ આશાસ્પદ યુવકનું મોત નિપજ્યું હતું. જયારે પરિવારજનોમાં શોકની કાલીમાં પ્રસરી ગઇ હતી.
જયારે ગામમાં શોકનો માહોલ છવાયો હતો. જયારે આશાસ્પદ યુવકની અંતિમ યાત્રામાં ગામ હીબકે ચઢ્યું હતું. જયારે એક ભાઇ અને 2 બહેનોનો લાડકવાયો ભાઇનું મોત નિપજ્યું હતું. જયારે માળી સમાજે ફાળો રૂ. 13,00,000 જેટલો એકત્રિત કરી મહેસાણા વાઇબ્રન્ટ હોસ્પિટલમાં ખર્ચ તરીકે સુપ્રત કર્યાં હતા.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!