દાંતીવાડામાં અસમાજિક તત્વો ત્રાસ : ખાનગી ડોક્ટરને જીવથી મારી નાખવાની ધમકી અપાઈ

- Advertisement -
Share

બનાસકાંઠાના દાંતીવાડા કોલોનીમાં અસામાજિક તત્વો દ્વારા ડોક્ટર પવન પટેલને જાનથી મારી નાખવાની ધમકી આપતા પંથકમાં બીજા દિવસે તમામ દવાખાના, મેડિકલ અને લેબોરેટરી બંધ રહ્યા હતા જોકે દવાખાના હાલના સમયે બંધ રેહતા તાલુકામાં દર્દીની હાલત કફોડી બની હતી.

 

 

 

 

દાંતીવાડા કોલોનીમાં અસામાજિક તત્વો સક્રિય થયા છે. જેમાં ધોળા દિવસે ખાનગી ડોક્ટરને જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો કોલોની ખાતે આવેલા એક ખાનગી ક્લિનિકમાં અસામાજિક તત્વો દ્વારા બબાલ કરાતા ડોક્ટરોએ કોલોનીમાં તમામ દવાખાના, મેડિકલ અને લેબોરેટરી બંધ રાખવાનો નિર્ણય લેતા કપરા સમયે દર્દીઓ રઝળી પડ્યા છે.

 

 

 

દાંતીવાડા તાલુકામાં કોઈ મોટી હોસ્પિટલની સુવિધા ન હોવાથી ગ્રામ્ય વિસ્તારના લોકો નાના ખાનગી દવાખાનાનો સહારો લઇ ઓછા ભાવે દવા કરાવતા હોય છે ત્યારે ગતરોજ એક યુવતી સહિત ઈસમ પત્રકારની ઓળખ આપી અને સ્થાનિક એક વ્યક્તિની મદદથી બી.એસ.એફ કોલોની ખાતે આવેલા ખાનગી દવાખાને જઈ ડોક્ટરને ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા ડોક્ટર પવન પટેલ દ્વારા દાંતીવાડા પોલીસ મથકે લેખિત અરજી આપવામાં આવી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!