BJP નેતાના પુત્રના લગ્નમાં 400થી વધુની ભીડ ભેગી કરતા કોરોનાની ગાઇડલાઇનના ધજાગરા

- Advertisement -
Share

સરકારે લગ્ન પ્રસંગમાં માત્ર 50 જ વ્યક્તિઓ એકત્રિત થવા અંગેના જાહેરનામાનો નેતાઓ જ ભંગ કરી રહ્યાં છે. ત્યારે સામાન્ય જનતાને શું શિખામણ આપી શકાય. ઘોઘંબા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને ભાજપ પ્રદેશ આદિવાસી મોરચાના પૂર્વ મંત્રી છેલુભાઈ રાઠવાના પુત્રના લગ્ન યોજાયા હતા.

 

 

જેમાં લગ્નના આગલા દિવસે એટલે શનિવારે પરંપરા મુજબ ગોતર દેવીની પૂજા વિધિ યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને ડીજેના તાલે નાચ્યા હતા.

સામાન્ય લોકો કરોના મહામારીમાં ઘરના નિર્ધારેલા લગ્ન પ્રસંગો મોકૂફ કરી રહ્યા છે ત્યારે નેતાઓને જાણે કોરોનાની કોઇ અસર જ નહીં થાય તેમ લોકોને ભેગા કરીને લગ્નની મજા માણી રહ્યાં છે.

 

 

ગ્રામ્ય વિસ્તારમાં પરંપરા નિભાવવા કોઈ અશિક્ષિત લોકો જાહેરનામાના નિયમોથી અજાણ હોય શકે પરંતુ છેલુભાઈ રાઠવા તો તાલુકાના જવાબદાર નેતા ગણાય. તેઓ પણ જો આવો દાખલો બેસાડશે તો સામાન્ય માણસને કોણ સમજાવશે.

 

 

તંત્ર અને સરકારની આટલી સાવચેતી બાદ પણ કોરોનાના આંકડા વકરી રહ્યાં છે તો ક્યાંકને ક્યાંક આ પરિસ્થિતિ માટે લોકો જ જવાબદાર હોવાના અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યાં છે. આ પહેલા પણ વડોદરાના પાદરામા પણ કોરોનાના કહેર વચ્ચે દીકરીના લગ્ન નિમિત્તે ફાર્મ હાઉસમાં મ્યુઝિકલ પાર્ટીનું આયોજન કરાયું હતું. આ મ્યુઝિકલ પાર્ટીમાં અભિનેત્રી મમતા સોનીએ ફિલ્મી ગીતો પર ઠૂમકા લગાવ્યા હતા.

 

 

મ્યુઝિકલ પાર્ટીમાં 400થી વધુ લોકો સામેલ થયા હતા અને અભેનેત્રી મમતા સોની ઉપર રૂપિયાનો વરસાદ કરી મનમૂકી નાચ્યાં હતા. પાદરા ટાવર રોડ પર રહેતા ફારૂકભાઇ કાલુભાઈ મેમણની દીકરીના લગ્ન હોવાથી પાદરા ડભાસા રોડ ઉપર આવેલ રંગ ફાર્મ હાઉસમાં મ્યુઝિકલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મ્યુઝિકલ પાર્ટીમાં ગુજરાતી ફિલ્મની અભિનેત્રી મમતા સોનીને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!