ડીસાની જી.જી માળી કોવિડ કેરનો વિડીઓ થયો વાઈરલ : દર્દીઓ અને ડોક્ટર ગરબે ઘૂમ્યા

- Advertisement -
Share

બનાસકાંઠા સહીત દેશભરમાં કોરોના મહામારીની બીજી લહેરએ કહેર વર્ષાવી છે એવામાં બનાસકાંઠામાં ઘણી સંસ્થાઓ, સંકુલો, વગેરે એ આગળ આવી લોકોની મદદ કરવામાં પોતાની સામાજિક ભૂમિકા ભજવી છે. ત્યારે ડીસાની જી.જી માળી સંકુલને પણ કોરોના પીડિત દર્દીઓ માટે કોવિડ કેરમાં ફેરવવામાં આવી. આ કોવિડ કેરનો એક વિડીઓ વાઈરલ થયી રહ્યો છે.

 

 

 

ડીસાની જી.જી માળી સંકુલ કોવિડ કેરમાં હાલમાં કોરોના સંક્રમણની ઝપેટમાં આવેલ લોકો સારવાર અને આઈસોલેટ થયા છે. ત્યારે કોવિડ સેન્ટરમાં દર્દીઓનો ઉત્સાહ વધારવા માટે ડોકટરો દ્ધારા ગરબા અને ડાન્સ કરતાનો વિડીઓ વાઈરલ થયી રહ્યો છે.

 

 

 

 

આ વાઈરલ થયેલ વિડીઓમાં જોઈ શકાય છે કે કોવિડથી પીડાતા દર્દીઓનો ઉત્સાહ વધારવા માટે ડોકટરોએ એક અનોખો માર્ગ અપનાવ્યો. વિડીઓમાં જોઈ શકાય એ અનુસાર દર્દીઓ અને ડોક્ટર કોરોનાને થોડી વાર માટે ભૂલી હળવાસ માટે ગરબે રમી રહ્યા છે.

 

 

 

ડીસાની જી.જી માળી સંકુલ કોવિડ કેરમાં સારવાર લઇ રહેલા દર્દીઓમાંથી આજે 6 દર્દીઓએ કોરોનાને હરાવી કોવિડ સેન્ટરમાંથી રજા લીધી હતી. તેઓને તાળીઓથી સન્માન કરી વિદાય આપવામાં આવી હતી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!