પાલનપુર નજીક જીવદયાપ્રેમીઓએ ભેંસો ભરેલી ટ્રક ઝડપી પાડી

- Advertisement -
Share

તમામ જીવોને કાંટ પાંજરાપોળમાં લવાયા

પાલનપુર એરોમા સર્કલ નજીક મળેલ બાતમીના આધારે જીવદયાપ્રેમીઓએ ભેંસો ભરેલી એક આઇશર ટ્રક ઝડપી પાડી હતી.

 

આ અંગે પાલનપુર પોલીસ મથકે ટ્રક ડ્રાઇવર અને ક્લીનર સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે પશુ ક્રૂરતા અધિનિયમન હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર એરોમા સર્કલ નજીક ગતરોજ ગુરુવારે જીવદયાપ્રેમી હીમાલયભાઇ હતા.
તે દરમિયાન જીવદયાપ્રેમી ધ્રૃવભાઇ દેસાઇનો તેમના ઉપર ફોન આવ્યો કે, પાલનપુર એરોમા આર.ટી.ઓ. સર્કલ તરફ એક આઇશર ટ્રક નં. GJ-08-AU-8731 ની આવે છે.
જેમાં ક્રૂરતાપૂર્વક પશુઓ ભરેલા છે. જે બાતમીના આધારે અર્જુનસિંહ સોલકી અને સુરેશભાઇ ચૌધરી સાથે બોલેરો કેમ્પર ગાડી લઇને તરફ ગયા હતા.
તે દરમિયાન ઉપરોક્ત નંબરનું આઇશર ટ્રક ત્યાં આવતાં ટ્રક થોભવવાનો પ્રયાસ કરતાં ચાલકે ટ્રક ભગાવી મૂકી હતી અને ડીવાઇડર ઉપર ચડાવી નાસી છૂટ્યો હતો.
જોકે, તે દરમિયાન ટ્રકની તાડપત્રી ખોલી અંદર જોતાં ટ્રકમાં ભેંસો અને પાડા ભરેલા હોઇ તેઓએ પોલીસનો સંપર્ક કરતાં પોલીસ તાત્કાલીક દોડી આવી હતી અને ટ્રકમાં તપાસ કરતાં ભેંસો 14 અને પાડા
2 મળી કુલ 16 જીવો અને ટ્રક જપ્ત કરી હતી અને ફરાર ટ્રક ડ્રાઇવર અને ક્લીનર સામે પશુ ક્રૂરતા અધિનિયમન હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જયારે આ તમામ જીવોને નિભાવ અર્થે કાંટ રાજપુર પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!