દાંતીવાડાના ઓઢવામાં બનાસ ડેરી અને જન ભાગીદારીથી તળાવ ઉંડા કરવાના શ્રીગણેશ કરાયા

- Advertisement -
Share

બનાસ ડેરી અને જન ભાગીદારીથી જીલ્લાના 100 જેટલાં તળાવ ઉંડા કરાશે : દાંતીવાડાના ઓઢવામાં બનાસ ડેરી દ્વારા તળાવ ઉંડુ કરવાની પ્રક્રીયા હાથ ધરાઇ

 

બનાસકાંઠામાં બનાસ ડેરી અને જન ભાગીદારીથી જળસંચય અભિયાન શરૂ થયું છે. દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામમાં બુધવારે બનાસ ડેરી દ્વારા તળાવ ઉંડુ કરવાની પ્રક્રીયા હાથ ધરાઇ હતી.
જીલ્લામાં 100 જેટલાં તળાવ બનાસ ડેરી લોક ભાગીદારીથી ઉંડા કરશે અને વરસાદી પાણીનો સંગ્રહ થાય તેવા પ્રયત્નો કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના દિયોદર તાલુકાના સણાદરમાં 75 તળાવ જળ સંચય અભિયાન માટે આહવાન કર્યું હતું.

 

જો કે, બનાસ ડેરીએ બનાસકાંઠામાં 100 જેટલાં તળાવ ઉંડા કરવાનું અભિયાન હાથ ધર્યું છે. ત્યારે સિંચાઇ અને પીવાના પાણીની પણ સમસ્યા છે.
જો કે, આ તમામ સમસ્યાઓના નિરાકરણને લઇને બનાસ ડેરી દ્વારા જળ સંચય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને તેની શરૂઆત બુધવારે દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામમાંથી આ જળ સંચય અભિયાન ખુલ્લુ મૂકીને કરાઇ હતી.

 

દાંતીવાડા તાલુકામાં સિંચાઇના પાણીની સમસ્યા છે. પાણીના તળ નીચા ગયા છે. ત્યારે જળાશયોમાં પાણી ન હોવાના કારણે સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યા છે.
જો કે, દાંતીવાડા તાલુકાના જળસંચય અભિયાન થકી તળાવ ઉંડુ કરવાની પ્રક્રીયા હાથ ધરાતાં ખેડૂતોને પણ આશા છે કે, ‘આ વર્ષે વરસાદ સારો આવશે અને આ તળાવ ભરાશે. જેનાથી ખેડૂતોને સિંચાઇ અને પીવાના પાણીની તકલીફ નહી પડે.’

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!